Cricket: રોહિત શર્માને માટે રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ક્રિકેટ માટે ખેલેલો દાવ જબરદસ્ત સફળ રહ્યો, જાણો શુ થયો ખુલાસો

|

Aug 22, 2021 | 11:42 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) પાછળના બે વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરી રહ્યા છે. કોચ રવિ શાસ્ત્રીએ તેને એક મોટો વાયદો કર્યો હતો.

Cricket: રોહિત શર્માને માટે રવિ શાસ્ત્રીએ ટેસ્ટ ક્રિકેટ માટે ખેલેલો દાવ જબરદસ્ત સફળ રહ્યો, જાણો શુ થયો ખુલાસો
Rohit Sharma-KL Rahul

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ને ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવામાં ખૂબ લાંબો સમય લાગ્યો હતો. એક આખો દશકો ભારતીય ટીમ સાથે રહ્યા બાદ 2019માં રોહિત શર્માને ઓપનર બેટ્સમેન તરીકે જવાબદાર મળી હતી. તેના બાદ તે પ્લેયીંગ ઇલેવનમાં પોતાનુ સ્થાન પાકુ કરી શકયા હતા વન ડે અને T20 ની જેમ ટેસ્ટમાં પણ ઓપનીંગમાં આવતા જ તેનુ કેરિયર નવી ઉંચાઇઓ પર પહોંચ્યુ હતુ.

તેની સાથે જ ટીમ ઇન્ડીયાને પણ એક જબરદસ્ત ટેસ્ટ ઓપનર મળ્યો હતો. તેની પાછળ રોહિતની મહેનત અને ધૈર્યની મુખ્ય ભૂમિકા રહી હતી. જોકે કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ને પણ તેનુ શ્રેય મળવુ જોઇએ. જેણે તેને પોતાનુ લક્ષ્ય બનાવ્યુ હતુ. આ ખુલાસો એક બુકમાં થયો છે.

રોહિત શર્માએ 2019 માં દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ ટેસ્ચ સિરીઝમાં પ્રથમ વખથ ઓપનર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. જેના બાદ તે પાછળના બે વર્ષમાં ટીમના સૌથી સફળ બેટ્સમેન બની ગયા હતા. રોહિત શર્માને જ્યારે આ જવાબદારી સોંપવામાં આવી હતી, તો ટીમ ઓપનીંગમાં સ્થિર જોડીની શોધમાં હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કેએલ રાહુલની નિષ્ફળતાને લઇને રોહિત શર્માને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચમાં બંને ઇનીંગમાં શતક લગાવ્યા હતા.

રોહિત શર્માને સફળ બનાવવાનો વાયદો કર્યો હતો

હાલમાં જ ભારતીય ટીમના નવા પ્રદર્શન પર આવેલી એક નવી જ બુકમાં આ વાતનો ખુલાસો થયો છે. જે મુજબ ટીમ ઇન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ રોહિત શર્માને સફળ ટેસ્ટ ઓપનરના રુપમાં સ્થાપિત કરવા માટે લક્ષ્ય બનાવ્યુ હતુ.

બુકમાં બતાવાયુ છે કે,શાસ્ત્રીએ 2019માં ભારતીય ટીમની ઘર આંગણાની સિરીઝ પહેલા આ અંગે કહ્યુ હતુ. શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, જો તેમના કાર્યકાળમાં રોહિત એક સફળ ટેસ્ટ ઓપનર નથી બની શક્યો, તો તે પોતાને નિષ્ફળ માનશે.

રોહિત શર્માએ ખુદને સાબિત કર્યો

પાછળના બે વર્ષના પ્રદર્શનને જોવામાં આવે તો, રોહિત શર્માએ રવિ શાસ્ત્રીને યોગ્ય સાબિત કર્યા છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં રોહિત શર્મા સૌથી વધારે રન બનાવવાના મામલામાં ભારત તરફ થી ફક્ત અજીંક્ય રહાણે થી પાછળ હતા. આ દરમ્યાન તેઓએ 4 શતક પણ જમાવ્યા હતા.

એટલુ જ નહી તે આ વર્ષે પોતાની ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પણ પહોંચી ગયો છે. તે હાલમાં ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં વિરાટ કોહલીથી માત્ર એક જ સ્થાન પાછળ એટલે કે, છઠ્ઠા સ્થાને છે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં પણ રોહિત શર્માનુ અત્યાર સુધીનુ પ્રદર્શન સારું રહ્યુ છે.

આ પણ વાંચોઃ Formula 4 Indian Championship: ચાર શહેરોમાં શરુ થશે ટૂર્નામેન્ટ, FIA એ દ્વારા ગ્રાન્ડ ચેમ્પિયનશીપનો પ્રારંભ કર્યો

આ પણ વાંચોઃ IPL 2021: RCB ની ટીમમાં મેક્સવેલ અને ડિવિલીયર્સનુ સ્થાન લેશે આ તોફાની બેટ્સમેન, કોચ બોલ્યા ‘ગજબ’ રમે છે

Next Article