Formula 4 Indian Championship: ચાર શહેરોમાં શરુ થશે ટૂર્નામેન્ટ, FIA એ દ્વારા ગ્રાન્ડ ચેમ્પિયનશીપનો પ્રારંભ કર્યો

પૂર્વ ફોર્મ્યુલા વન રેસર ડ્રાયવર કાર્તિકેયન અને 1983 વિશ્વકપ વિજેતા ટીમ ઇન્ડીયાના કેપ્ટન કપિલ દેવને ભારતનો ફોર્મ્યુલા રેસ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 9:24 PM

આંતરરાષ્ટ્રીય ફોર્મ્યુલા કાર રેસિંગનો ક્રેઝ ભારતમાં શરુ થઇ ચુક્યો છે. જેનુ પ્રથમ પગથિયા રુપ હૈદરાબાદમાં દેશની પ્રથમ ફોર્મ્યુલા 4 ઇન્ડીયન ચેમ્પિયનશીપ (Formula 4 Indian Championship) અને ફોર્મ્યુલા ઇન્ડીયન રીઝનલ ચેમ્પિયનશીપ (Formula Regional Indian Championship) લોન્ચ કરવામાં આવી છે. રવિવારે FIA દ્વારા ગ્રેટ સ્ટ્રીટ સર્કીટ પર ગ્રાંડ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચેમ્પિયનશીપ આગળના વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચાર શહેરો માં આયોજીત થનાર છે. જે ચાર શહેરોમાં નવી દિલ્હી, ચેન્નાઇ, કોયમ્બતૂર અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.

હૈદરાબાદ શહેર પોલીસ કમિશ્નર અંજની કુમારે ધ્વજ ફરકાવવા સાથે F3 સ્ટ્રીટ સર્કિટ રેસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેસમાં ભાગ લેનારા ભારતીય વિજેતાઓને FIA સુપર લાયસન્સ પોઈન્ટ આપવામાં આવનાર છે. જેના થી ભારતીય રેસરો આંતરરાષ્ટ્રીય ફોર્મ્યુલા સિરીઝમાં ભાગ લઈ શકશે.

શહેરના પ્રખ્યાત કેબલ બ્રિજથી શરૂ થયેલી રેસ ઝડપથી સમાપ્ત થઈ ગઇ હતી. દર્શકો પણ ગાડીઓની ઝડપ અને શક્તિ થી પ્રભાવિત થયા હતા. આ સાથે, હૈદરાબાદમાં ફોર્મ્યુલા ઇન્ડીયન રિજનલ ચેમ્પિયનશિપ અને મોટર સ્પોર્ટ્સમાં ફોર્મ્યુલા 4 ઇન્ડીયન ચેમ્પિયનશિપ ફરી થી શરૂ થઈ છે.

રેસિંગ પ્રમોશનના પ્રમુખ, અખિલેશ રેડ્ડીએ કહ્યું, આપણી વસ્તી સવાસો કરોડ છે. અમે હવે પ્રતિભાશાળી રેસિંગ ડ્રાઇવરો માટે પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે. વિશ્વના શ્રેષ્ઠ રેસરો સાથે સ્પર્ધા કરવા અને એફ 1 મોટર સ્પોર્ટ્સના ટોચ પર પહોંચવા માટે એ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

અમે મોટરસ્પોર્ટ્સના લાંબા ગાળાના વિકાસમાં રોકાણ કરવા અને ભારતમાં રેસિંગ ડ્રાઈવરો માટે મહત્ત્વપૂર્ણ મંચ નક્કી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અખિલેશ રેડ્ડીએ કહ્યું કે રેસિંગની પ્રથમ સીઝન 22 ફેબ્રુઆરી-માર્ચ નવી દિલ્હી, ચેન્નઈ, કોઈમ્બતુર અને હૈદરાબાદમાં યોજાશે અને વૈશ્વિક રેસિંગ પ્રતિભાઓને આકર્ષીત કરશે.

કાર રેસીંગમાં ક્રાંતિ આવશે

આગળ કહ્યુ, RPPL ના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર નવજીત ગાડોકેએ કહ્યું, અમારું રોકાણ ભારતીય મોટર સ્પોર્ટ્સમાં ક્રાંતિ લાવશે. તેમણે કહ્યું કે મોટર સ્પોર્ટ્સ માટે વર્લ્ડ ક્લાસ સિસ્ટમ બનાવવાનો અને ભારતમાં રમતને વધુ લોકપ્રિય બનાવવાનો હેતુ છે.

ભૂતપૂર્વ ફોર્મ્યુલા વન રેસ ડ્રાઈવર નરેન કાર્તિકેયન અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવને ભારતીય ફોર્મ્યુલા રેસ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ IND vs ENG: ચેતેશ્વર પુજારા અને રહાણે નહી, આ બેટ્સમેનને લીડ્સ ટેસ્ટમાં જોવા ઇચ્છે છે પૂર્વ દિગ્ગજ વિકેટકીપર

આ પણ વાંચોઃ IPL 2021: RCB ની ટીમમાં મેક્સવેલ અને ડિવિલીયર્સનુ સ્થાન લેશે આ તોફાની બેટ્સમેન, કોચ બોલ્યા ‘ગજબ’ રમે છે

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">