Live મેચમાં ખેલાડીએ એવો બોલ થ્રો કર્યો કે, કબૂતરનું મોત થયું, જુઓ Video

|

Sep 27, 2022 | 5:19 PM

ક્રિકેટના મેદાન પર અવારનવાર અકસ્માતો થાય છે અને આવી જ એક ઘટના ઈંગ્લેન્ડમાં એક મેચ દરમિયાન બની હતી, જ્યારે ફિલ્ડરનો થ્રો ઉડતા કબૂતરને લાગ્યો હતો.

Live મેચમાં ખેલાડીએ એવો બોલ થ્રો કર્યો કે, કબૂતરનું મોત થયું, જુઓ Video
Cricket Match
Image Credit source: TV9

Follow us on

Cricket Viral Video : ક્રિકેટના મેદાનમાં સિક્સરો જોવા મળે છે, ચોગ્ગા જોવા મળે છે અને મોટા મોટા શોટ રમવામાં આવે છે. બોલરો પણ અદ્ભુત બોલ ફેંકીને બેટ્સમેનો (batsman)ને આઉટ કરી દે છે. એકંદરે, ક્રિકેટ  (Cricket) મેચ દરમિયાન સંપૂર્ણ મનોરંજન જોવા મળ્યું છે. પરંતુ આ રમત દરમિયાન કેટલીકવાર એવી ઘટનાઓ બને છે જેને જોવી લોકો માટે આસાન નથી હોતી. કારણ કે, મેચ દરમિયાન ઈજાઓ થાય છે અને મૃત્યુ પણ થાય છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટી-20 મેચ (T-20 match) દરમિયાન થયું હતું જ્યાં એક ખેલાડીના થ્રોથી કબૂતરનું મોત થયું હતું.

આ મેચમાં ટક્કર લેન્કેશાયર અને યોર્કશાયર વચ્ચે રમાઈ રહી હતી. લેન્કેશાયરની બેટિંગ દરમિયાન 11મી ઓવરમાં લેન્કેશાયરના બેટ્સમેન અશ્વેલ પ્રિન્સે મિડવિકેટ તરફ એક શોટ રમ્યો હતો. તેમણે 2 રન લીધા હતા. આ દરમિયાન બોલને પકડનાર ફીલ્ડર જેક રુડોલ્ફે થ્રો ફેંક્યો આ દરમિયાન હવામાં ઉડી રહેલા કબુતરને બોલ લાગ્યો હતો. કબુતરને બોલ વાગતા જ તેનું મોત થયુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાઉથ આફ્રિકાના ખેલાડીના થ્રોથી કબુતરનું મોત

જેક રુડોલ્ફ જાણીજોઈને બોલ કબુતરને માર્યો નથી પરંતુ તેણે એક બોલ સામાન્ય રીતે થ્રો કર્યો હતો અને આ બોલ કબુતરને લાગ્યો હતો. મેદાન પર બેઠેલા હજારો ફેન્સે આ સમગ્ર ઘટના જોઈ ચીસો પાડવા લાગ્યા હતા, પહેલા તો ઘણા લોકો સમજી શક્યા ન હતા કે શું થયું છે, પરંતુ જ્યારે રિપ્લે બતાવવામાં આવ્યું ત્યારે બધાને ખબર પડી કે રુડોલ્ફના બોલ ફેંકવાના કારણે કબૂતરનું મૃત્યુ થયું છે.

જેક રુડોલ્ફ હસતો જોવા મળ્યો

આશ્ચર્યની વાત એ છે કે, આ ઘટના બાદ જેક રૂડોલ્ફ હસતો જોવા મળ્યો હતો. કબૂતર મરી ગયું હતું પણ રુડોલ્ફ હસી રહ્યો હતો. દરમિયાન, લાઇવ કોમેન્ટ્રી દરમિયાન, એક કોમેન્ટેટર જણાવ્યું હતું કે રુડોલ્ફના હાથ કબૂતરના લોહીથી રંગાયેલા છે.

કોણ છે જેક રુડોલ્ફ ?

તમને જણાવી દઈએ કે, જેક રૂડોલ્ફ સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર છે. આ ડાબા હાથના બેટ્સમેને સાઉથ આફ્રિકા માટે 48 ટેસ્ટ મેચમાં 6 સદીથી 2622 રન બનાવ્યા છે. વનડેમાં તેણે 39 ઇનિંગ્સમાં 1174 રન બનાવ્યા હતા. રુડોલ્ફના બેટમાંથી 7 ODI અર્ધસદી આવી છે. તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં રુડોલ્ફે 51 સદી ફટકારી છે અને તેનું નામ આ યાદીમાં 18 સદી છે.

Next Article