Irfan Pathan: ખૂબસૂરત પત્નિની બ્લર તસ્વીર પર ટ્રોલ થઇ ગયો તો બોલ્યો ઇરફાન પઠાણ, સાથી છુ, માલિક નહીં

|

May 26, 2021 | 9:47 AM

Irfan Pathan: સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ રહેનારો પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ફેન જ નહીં સૌ કોઇના નિશાને લાગ્યો છે. જોકે આ વખતે પણ નિશાના પર લાગવાનુ કારણ તેની પત્નિ સફા બેગ (Safa Baig) ને લઇને જ છે.

Irfan Pathan: ખૂબસૂરત પત્નિની બ્લર તસ્વીર પર ટ્રોલ થઇ ગયો તો બોલ્યો ઇરફાન પઠાણ, સાથી છુ, માલિક નહીં
Irfan Pathan-Safa Baig

Follow us on

Irfan Pathan: સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ રહેનારો પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ફેન જ નહીં સૌ કોઇના નિશાને લાગ્યો છે. જોકે આ વખતે પણ નિશાના પર લાગવાનુ કારણ તેની પત્નિ સફા બેગ (Safa Baig) ને લઇને જ છે. ઇરફાન પઠાણના પુત્ર ઇમરાનના સોશિયલ મીડીયા એકાઉન્ટ દ્રારા એક તસ્વીર શેર કરી હતી. જેમાં ઇરફાન પઠાણ તેની પત્નિ સફા અને પુત્ર સાથે જોવા મળી રહ્યો છે. જોકે પત્નિ સફા બેગ ના ચહેરાને રંગ વડે બ્લર કરી દેવાયો છે.

સફા ચહેરાના બ્લર કરવાને લઇને સોશિયલ મીડીયા પર આ વાત મુદ્દો બનવા લાગી છે કે, શા માટે આમ કરવામાં આવતુ હશે. આમ પણ ઇરફાન પઠાણ મોટે ભાગે પોતાની પત્નીની તસ્વીર ને શેર કરે ત્યારે તેમાં દરેક વખતે એક સમાન બાબત હોય છે તે એ જ કે તેની પત્નિનો ચહેરો ક્યારેય ખુલ્લો દેખાતો હોતો નથી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મોટાભાગે સફાનો ચહેરા પર નકાબ હોય છે, તો કોઇ ના કોઇ આડશ ચહેરા સામે હોય છે. તો ક્યારેક હથેળી ઢાંકેલી હોય છે, પરંતુ આ વખતે બાબત થોડીક અલગ લાગી કે ચહેરો બ્લર કરી દેવાયો હતો.જોકે આ મામલે જ્યારે તે ટ્રોલ થવા લાગ્યો તો, આખરે ઇરફાને સ્પષ્ટતા કરી હતી.

ઇરફાન પઠાણે તે તસ્વીરને શેર કરતા લખ્યુ કે, આ તસ્વીર મારી ક્વીન (પત્ની) એ મારા પુત્રના એકાઉન્ટ થી શેર કરી છે. તસ્વીર ને લઇને અમને ખૂબ નફરત મળી રહી છે. મને આ તસ્વીરને અહી પણ પોષ્ટ કરવા દો. મારી પત્નિએ તેની પસંદ થી તસ્વીરમાં ચહેરો બ્લર કર્યો છે. અને હાં, હું તેનો માલિક નથી તેનો સાથી છુ.

ઇરફાન પઠાણે વર્ષ 2016માં જેદ્દાહ ની ખૂબસૂરત મોડલ (Jeddah Model) સફા બેગ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નજીવન દરમ્યાન તેમને એક પુત્ર છે, બંને ખૂબ જ આનંદીત નજર આવતા હોય છે. ઇરફાન પણ તેના પરિવારની તસ્વીરો અવાર નવાર શેર કરતો રહેતો હોય છે.

Next Article