Cricket: ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર, મેચ દરમ્યાન ચહેરા પર બોલ વાગવાથી હોસ્પીટલમાં રહેલા અંપાયરનુ મોત

|

Oct 10, 2021 | 8:01 PM

અમ્પાયર (Umpire) ને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. કારણ કે મેચમાં અંપાયરીંગ કરતી વખતે તેમને ચહેરા પર બોલ વાગ્યો હતો. તેમનું આજે હોસ્પિટલમાં અવસાન થયું હતું.

Cricket: ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર, મેચ દરમ્યાન ચહેરા પર બોલ વાગવાથી હોસ્પીટલમાં રહેલા અંપાયરનુ મોત
Cricket Bat-Ball

Follow us on

હાલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) માં IPL-2021 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ લીગ તેના અંતિમ તબક્કામાં છે. કારણ કે હવે પ્લેઓફ રાઉન્ડ શરૂ થયો છે. BCCI પણ તેને લઇને વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. BCCI સાથે સંકળાયેલા દિલ્હીના અમ્પાયર સુમિત બંસલ (Sumit Bansal) નું નિધન થયું છે. બંસલનું રવિવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા.

થોડા દિવસ પહેલા, 2 ઓક્ટોબરે તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ વચ્ચે અંડર -19 વિનુ માંકડ ટ્રોફીની મેચમાં બંસલને ચહેરા પર બોલ વાગ્યો હતો. આ પછી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

હોસ્પિટલમાં દાખલ થયાના બે દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી,.પરંતુ તેમના ચહેરા પર સોજો એમ નેમ જ રહ્યો હતો. 8 મી તારીખે તેમને છાતીમાં દુખાવો થયો હતો. બીજા દિવસે પણ તેને ફરીથી છાતીમાં દુખાવો થયો. આ પછી તેને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ 10 ઓક્ટોબરે એટલે કે આજે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા છે.

વારસાગત મળ્યુ અમ્પાયરિંગ

સુમિત 2006 થી અમ્પાયરિંગ માં સક્રિય હતા અને તે જ વર્ષથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને આ વ્યવસાય વારસામાં મળ્યો હતો કારણ કે તેમના પિતા શ્યામ કુમાર બંસલ પણ અમ્પાયર હતા. 1990 ના દાયકામાં, તેમના પિતાએ સાત ટેસ્ટ મેચ ઉપરાંત 44 વનડેમાં અંપાયર તરીકે કામ કર્યું હતું. આ દરમ્યાન સુમિતે એક ફર્સ્ટ ક્લાસ મેચ અને 19 લિસ્ટ-એ મેચમાં ફરજ બજાવી હતી. તેમણે તે વય વર્ગ ક્રિકેટમાં પણ કામ કર્યું હતું.

 

આ પણ વાંચોઃ Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલીનો હવે આ મહત્વનો રેકોર્ડ તૂટી ગયો, આયરલેન્ડની ટીમના ખેલાડીએ તોડી નાંખ્યો વિશ્વ વિક્રમ !

 

Published On - 7:54 pm, Sun, 10 October 21

Next Article