Cricket News: પૂર્વ ક્રિકેટરે કચરાની બેગ ફેંકતા સ્વચ્છતાનુ પાલન કરવાના આગ્રહી સરપંચે દંડ વસુલ કર્યો

|

Jun 29, 2021 | 4:18 PM

જે વિસ્તારોમાં મોટી હસ્તીઓના ઘર હોય કે પ્રવાસ કરતા હોય ત્યા ના લોકો ગૌરવ અનુભવતા હોય છે. પરંતુ આ સરપંચે ગૌરવ ના અનુભવથી મર્યાદિત રહેવાને બદલે નિયમ પાલન પણ જરુરી જ ગણાવતુ ઉદાહરણ પુરુ પાડી દીધુ.

Cricket News: પૂર્વ ક્રિકેટરે કચરાની બેગ ફેંકતા સ્વચ્છતાનુ પાલન કરવાના આગ્રહી સરપંચે દંડ વસુલ કર્યો
Ajay Jadeja

Follow us on

Cricket News: ભારતના પૂર્વ ક્રિકેટર (Cricketer) અજય જાડેજા (Ajay Jadeja) કોમેન્ટેટર અને ક્રિકેટ એક્સપર્ટ તરીકે અનેક વાર જોવા મળી ચુક્યા છે. અજય જાડેજા તેની રમતને લઇને તેમના સમયમાં ફેન્સના દિલો પર રાજ કરતા હતા. જોકે હમણાં તેમના એક વર્તનને લઇને ચર્ચામાં આવ્યા છે. જાડેજાએ ગોવા (Goa) ના એક ગામમાં કચરો નાંખવાને લઇને દંડાવુ પડ્યુ છે.

અજય જાડેજા નોર્થ ગોવાના એલ્ડોના ગામ (Aldona Village) માં એક બંગલો ધરાવે છે. એલ્ડોના ગામ એ સુંદર ગામ તરીકે ઓળખવામાં આવે છે. અહી ગામના કેટલાક યુવાનો દ્રારા સ્વચ્છતાને લઇને નિરીક્ષણ રાખવામાં આવે છે. જે દરમ્યાન ખાસ કરીને છુટ્ટી નાંખી દેવાયેલી કચરાની બેગોને પણ હટાવી લેવા સાથે તેને ચેક કરવામાં આવે છે. જેમાંથી મળતા બીલો કે કોઇ પૂરાવાને આધારે શક્ય હોય તો તેને આધારે ફેંકનાર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આવી જ એક કચરો ભરેલી બેગ મળી આવી હતી. જેમાંથી અજય જાડેજાનુ નામ બીલમાં જોવા મળ્યુ હતુ. જેને લઇને જાડેજાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે તુરત જ ગ્રામ પંચાયતને 5000 રુપિયાનો દંડ ભરી દીધો હતો. સાથે જ ફરીથી આવી ભૂલ નહી થવાનુ વચન પંચાયતને આપ્યુ હતુ. જાડેજાની ભૂલ એકરાર કરવાનાં વર્તનની પંચાયતે સરાહના કરી હતી. અને સ્વચ્છતાનુ પાલન કરવા માટે આગ્રહ કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સરપંચે કહ્યુ સ્વચ્છતા નિયમોનું પાલન કરો

એલ્ડોના ગામના સરપંચ તૃપ્તી બંદોદકર એ કહ્યુ હતુ, અમને કેટલીક કચરો ભરેલી બેગ મળી હતી. જેમાં અજય જાડેજાનુ નામ એક બીલ પર મળ્યુ હતુ. જ્યારે અમે ભવિષ્યમાં ગામમાં કચરનો નહી ફેંકવા માટે કહ્યુ, તો તુરત જ તેમણે દંડ ભરવા માટે તૈયારી દર્શાવી હતી. તેમણે દંડ ભરી દીધો હતો. અમને ગર્વ છે કે, આવી હસ્તી એક લોકપ્રિય ક્રિકેટ ખેલાડી અમારા ગામમાં રહે છે. આવા લોકોએ સ્વચ્છતાના માપદંડોનુ પાલન કરવુ જોઇએ. એલ્ડોના ગામમાં અનેક જાણીતી હસ્તીઓના ઘર છે.

જાડેજાનુ ક્રિકેટ કરિયર

1992 થી લઇને 2000 ના વર્ષ દરમ્યાન અજય જાડેજા ભારતીય ટીમ વતી 192 વન ડે અને 15 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. મધ્યમક્રમમાં સ્ફોટક બેટીંગ અને ચુસ્ત ફિલ્ડીંગ માટે જાડેજા જાણીતો હતો. તેણે 13 મેચમાં ટીમ ઇન્ડીયાની કેપ્ટનશીપ નિભાવી હતી. વર્ષ 2000 ના વર્ષ દરમ્યાન મેચ ફિક્સીંગના આરોપમાં તેમની પર 5 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. તે સાથે જ તેમનું ક્રિકેટર કરિયર ખતમ થઇ ચુક્યુ હતુ. હવે તે કોમેન્ટેટર તરીકે નજર આવે છે.

Next Article