Cricket: આ ભારતીય સ્પિનર પરનો ક્રિકેટ પ્રતિબંધ 8 વર્ષે હટાવાયો, ક્રિકેટમાં કાળા કામની કરાઇ હતી સજા

|

Jun 16, 2021 | 2:38 PM

સ્પોટ ફિક્સીંગમાં દોષિત જણાયો હતો, ત્યારથી તે ક્રિકેટ રમવા માટે પ્રતિબંધીત હતો. જોકે હવે તેને રાહતના સમાચાર મળતા તેણે મીડિયાને જાણકારી આપી હતી.

Cricket: આ ભારતીય સ્પિનર પરનો ક્રિકેટ પ્રતિબંધ 8 વર્ષે હટાવાયો, ક્રિકેટમાં કાળા કામની કરાઇ હતી સજા
Ankeet Chavan

Follow us on

પૂર્વ સ્પિનર અંકિત ચૌહાણ (Ankeet Chavan) સ્પોટ ફિક્સીંગ ના મામલે પ્રતિબંધ થયાના લાંબા અરસા બાદ હવે તેને રાહતના સમાચાર મળ્યા છે. મુંબઇ પ્લેયર અંકિત પર લગાવેલો પ્રતિબંધ હવે BCCI એ હટાવી લીધો છે. મતલબ હવે તે મેદાનમાં પરત ફરવા માટે આઝાદ છે. અંકિત ચૌહાણ IPL 2013 દરમ્યાન શ્રીસંત (Sreesanth) સાથે સ્પોટ ફિક્સીંગમાં દોષીત જણાયો હતો. ત્યારથી તે ક્રિકેટ રમવા માટે પ્રતિબંધીત હતો. જોકે હવે તેને રાહતના સમાચાર મળતા તેણે મીડિયાને જાણકારી તે અંગે આપી હતી.

ગત મંગળવાર સાંજે તેને એક મેઈલ BCCI તરફથી મળ્યો હતો. જે તેના પર લગાવેલ પ્રતિબંધ હટાવવાને લઇને હતો. ગત વર્ષે BCCI ના લોકપાલ નિવૃત્ત જજ ડીકે જૈન એ શ્રીસંત અને અંકિત ચૌહાણ બંને પર લગાવાલે આજીવન પ્રતિબંધની સજાને ઘટાડીને 7 વર્ષની કરી દેવામાં આવી હતી. જે સમયગાળો પુરો થવા પર મુંબઇના આ પૂર્વ સ્પિનર પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. IPL 2013 માં અંકિત ચૌહાણ શ્રીસંત સાથે રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતો.

શ્રીસંત પર લગાવાયેલો પ્રતિબંધ ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં હટી ગયો હતો. જ્યારે અંકિત ચૌહાણે તે માટે 3 મે સુધી રાહ જોવી પડી હતી. ચૌહાણે આ મહીનાની શરુઆતમાં મુંબઇ ક્રિકેટ એસોસિયેશનને BCCI થી ક્લીયરન્સ લેટર મેળવવા રજૂઆત કરી હતી. જોકે ત્યારે MCA એ તેના મામલે દખલ કરવાથી ના ભણી હતી. MCA એ ચૌહાણને ઉલ્ટુ શ્રીસંતના માફક કોર્ટમાં જવાની સલાહ આપી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોર્ટના ચક્કરને બદલે સીધો મેઇલ આવતા રાહત

35 વર્ષીય ડાબા હાથના સ્પિનર અંકિત ચૌહાણ એ મુંબઇ માટે 18 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી છે. ચૌહાણ એ MCA થી પોતાની બાબતમાં BCCI સાથે વાત કરવાની અરજ કરી હતી. જોકે ત્યારે MCA એ તેને પાછળના વર્ષે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કેરળ ક્રિકેટ એસોસિયેશન એ શ્રીસંતને ઓફિશીયલ ક્રિકેટ રમવા માટે મંજૂરી આપી હતી. તેણે પણ શ્રીસંતની માફક કોર્ટે જવુ જોઇએ તેવી સલાહ આપી હતી.

જોકે અંકિત ચૌહાણને માટે આવી સ્થિતી આવી નહોતી. હવે તેને BCCI દ્વારા તેને જે જરુર હતો તે પત્ર મેઇલ દ્વારા મળી ગયો છે. જે પત્ર મેળવવા માટે તે ખૂબ જ રાહ જોઇ રહ્યો હતો. હવે ચૌહાણ ક્રિકેટના મેદાનમાં જવા માટે આઝાદ છે.

Next Article