ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે સ્વિકાર્યું કે રિષભ પંતના કારણે તેમને કરોડોનો ફાયદો થયો

|

Jul 25, 2022 | 8:24 AM

Cricket : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે ઐતિહાસિક સદી ફટકારી હતી અને ભારતને આ મેચમાં શાનદાર જીત અપાવી હતી.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે સ્વિકાર્યું કે રિષભ પંતના કારણે તેમને કરોડોનો ફાયદો થયો
Rishabh Pant (PC: ESPNCricinfo)

Follow us on

ભારતીય ટીમે (Team India) 2020-21માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને તે પ્રવાસ ટીમ ઈન્ડિયા માટે ઘણી રીતે યાદગાર રહ્યો હતો. તે પ્રવાસમાં ભારતે માત્ર ટેસ્ટ શ્રેણી જ જીતી ન હતી. પરંતુ કેટલાક યુવા ખેલાડીઓએ એવું પ્રદર્શન કર્યું હતું જે કોઈને અપેક્ષા ન હતી. તે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યાંથી ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને શ્રેણી જીતી લીધી હતી.

શ્રેણીની છેલ્લી મેચ ઐતિહાસિક ગાબા મેદાન પર રમાઈ હતી. તે મેચની ચોથી ઇનિંગમાં રિષભ પંતે (Rishabh Pant) 89 રનની મહત્વપુર્ણ ઇનિંગ રમી હતી અને ટીમ ઇન્ડિયા (Team India) ની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ચાહકો ભાગ્યે જ રિષભ પંતની આ ઇનિંગને ભૂલી શકશે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયન બોર્ડે રિષભ પંત વિશે આવો ખુલાસો કર્યો છે કે તમે તે જાણીને હવે ત્યાંના ચાહકો તેનો આભાર માનવા માંગશે.

રિષભ પંતના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને થયો ફાયદો

હકીકતમાં તાજેતરના કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, “જાન્યુઆરી 2021 માં ગાબા ટેસ્ટ અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતને જીતાડવા માટે રિષભ પંત (Rishabh Pant) ની તે શાનદાર ઇનિંગ આજે પણ બધાને યાદ છે. અને તે જ કારણસર બોર્ડને તે પછી મીડિયા અધિકારોમાં ઘણો ફાયદો થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ ટેસ્ટ શ્રેણી માટે આ સોદો એવા સમયે જીત્યો જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ અને વિશ્વની અન્ય ફ્રેન્ચાઈઝી લીગ માટે મીડિયા પ્રસારણ માટેની સ્પર્ધા ચાલી રહી હતી. અગાઉ ચેનલ નાઈનનો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે કરાર હતો. પરંતુ 2021માં ભારતીય પ્રવાસ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડિઝની હોટસ્ટાર સાથે કરાર કર્યો અને રેકોર્ડ બિડ સાથે બોર્ડે તેના મીડિયા અધિકારો વેચી દીધા હતા.

ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલાની આંતરરાષ્ટ્રીય મેચનું ડિઝની સ્ટાર પર થશે જીવંત  પ્રસારણ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ રવિવારે ડિઝની સ્ટાર સાથેના ઐતિહાસિક સોદાની જાહેરાત કરી હતી. જેથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટને સમગ્ર ભારત અને સમગ્ર એશિયામાં અન્ય પ્રદેશોમાં પ્રસારિત કરવામાં આવે. 2023-24માં શરૂ થતા સાત વર્ષના સોદામાં, ડિઝની સ્ટાર ઓસ્ટ્રેલિયામાં રમાતી પુરુષો અને મહિલાઓની આંતરરાષ્ટ્રીય મેચો સાથે બિગ બેશ લીગ (BBL) અને મહિલા BBLની તમામ મેચોનું પ્રસારણ કરશે.

Next Article