Cricket Australia: સ્મિથ-વોર્નરથી વધારે છે કમિન્સ અને હેઝલવુડનો પગાર, જાણો કોને મળે છે કેટલો પગાર

|

May 25, 2022 | 4:38 PM

ભારત (BCCI) અને ઓસ્ટ્રેલિયા (CA) દેશમાં ક્રિકેટનો ક્રેઝ લોકોમાં ખુબ જોવા મળે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ પોતાના ખેલાડીઓને વાર્ષિક કરોડોમાં પગાર ચુકવે છે. ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ પોતાના ખેલાડીઓને કેટલો પગાર ચુકવે છે તે બહાર આવ્યું છે.

Cricket Australia: સ્મિથ-વોર્નરથી વધારે છે કમિન્સ અને હેઝલવુડનો પગાર, જાણો કોને મળે છે કેટલો પગાર
Pat Cummins and Josh Hazalwood (PC: Twitter)

Follow us on

ભારત (Team India) સહિત વિશ્વના ઘણા દેશોમાં ક્રિકેટનો ક્રેઝ ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં લોકોને આ ક્રિકેટ રમવાથી લઈને તેને જોવા સુધી ખૂબ ગમે છે. લોકો તેમના મનપસંદ ખેલાડીઓને પણ ફોલો કરે છે. ક્રિકેટના ફેન ફોલોઈંગના કારણે ખેલાડીઓ પણ સારી એવી કમાણી કરે છે. ભારતમાં ક્રિકેટ બોર્ડ A+, A, B જેવી કેટેગરીના ખેલાડીઓને કરોડોનો પગાર આપે છે. એ જ રીતે અન્ય દેશોના બોર્ડ પણ તેમના ખેલાડીઓ સાથે વાર્ષિક કરાર કરે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન બોર્ડે (Cricket Australia) તેના ખેલાડીઓની કમાણીનો પર્દાફાશ કર્યો છે.

કેટલાક ખેલાડીઓ IPL માં પણ રમે છે

સિડની હેરાલ્ડ મોર્નિંગના અહેવાલ અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia) એ જણાવ્યું કે પેટ કમિન્સ (Pat Cummins) વાર્ષિક 130 કરોડનો પગાર. તો જોસ હેઝલવુડ (Josh Hazlewood) ને 12 કરોડ, ડેવિડ વોર્નર (David Warner) 11 કરોડ, મિચેલ સ્ટાર્ક 10 કરોડ અને સ્ટીવ સ્મિથ (Steve Smith) 10 કરોડ વાર્ષિક પગાર આપવામાં આવે છે. તેમાંથી કેટલાક ખેલાડીઓ આ સિઝનની IPL માં પણ જોવા મળી રહ્યા છે. પેટ કમિન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ, ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ અને જોસ હેઝલવુડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તરફથી રમી રહ્યો છે. તો બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટીમનના સ્ટાર ખેલાડી મિચેલ સ્ટાર્ક અને સ્ટીવ સ્મિથ આ સિઝનમાં IPL નથી રમી રહ્યા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને IPL માંથી થનારી કમાણી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર (David Warner) આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમતા જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સ ટીમે તેને મેગા ઓક્શનમાં 6 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ડેવિડ વોર્નરે આ સિઝનમાં 12 મેચમાં 48.00 ની એવરેજ અને 150.52 ની સ્ટ્રાઈક રેટથી 432 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) આ વખતે પેટ કમિન્સને 7 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ (Royal Challengers Bangalore) એ મેગા ઓક્શનમાં જોસ હેઝલવુડને 7 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોસ હેઝલવુડે 10 મેચમાં 20.73 ની એવરેજ અને 8.07 ની ઈકોનોમીથી 15 વિકેટ લીધી છે.

Next Article