હૈદરાબાદ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ સાથે જે થયું, એવી જ સ્થિતિ રવીન્દ્ર જાડેજાની થઈ. યશસ્વી અને રાહુલની જેમ રવીન્દ્ર જાડેજા પણ હૈદરાબાદ ટેસ્ટમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. જોકે, રવીન્દ્ર જાડેજાએ જે રીતે આઉટ આપવામાં આવ્યો તેને લઈ હવે નવો વિવાદ શરૂ થઈ ગયો છે.
રવીન્દ્ર જાડેજાની વિકેટ શા માટે વિવાદાસ્પદ હતી તે તમે આગળ જાણશો પણ પહેલા સમજો કે તેને કેવી રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો. રવીન્દ્ર જાડેજાએ રૂટના બોલ પર ફ્રન્ટ ફૂટ ડિફેન્સ કર્યું અને આ દરમિયાન બોલ તેના પેડ સાથે અથડાયો. અમ્પાયરે તેને આઉટ આપ્યો. આ પછી રવીન્દ્ર જાડેજાએ તરત જ રિવ્યુ લીધો હતો.
The whole Hyderabad crowds giving standing ovation to Ravindra Jadeja.
– Sir Jadeja..!!! pic.twitter.com/qPAH27NBJj
— CricketMAN2 (@ImTanujSingh) January 27, 2024
રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ સાથે અથડાઈને પેડ સાથે અથડાયો હતો. આ જ કારણ છે કે રવીન્દ્ર જાડેજાએ તરત જ ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. આ પછી થર્ડ અમ્પાયરે તેની પાસે ઉપલબ્ધ તમામ તકનીકોનો ઉપયોગ કર્યો. થર્ડ અમ્પાયર એ જાણી શક્યા નહોતા કે બોલ રવીન્દ્ર જાડેજાના પેડમાં વાગ્યો હતો કે બેટમાં. લાંબા સમય સુધી રિપ્લે ચાલુ રહ્યો અને પછી રવીન્દ્ર જાડેજાને આઉટ આપવામાં આવ્યો.
Unlucky Ravindra Jadeja.
– The benefit of the doubt didn’t go his way! pic.twitter.com/zEyHcEOOGc
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 27, 2024
સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને ખબર ન હતી કે બોલ રવીન્દ્ર જાડેજાના બેટ કે પેડમાંથી કોને પહેલા અથડાયો હતો તો પછી તેને આઉટ કેવી રીતે આપવામાં આવ્યો? તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં ઘણીવાર થર્ડ અમ્પાયર મેદાન પરના અમ્પાયરની તરફેણમાં નિર્ણય આપી દે છે. ઓન ફિલ્ડ અમ્પાયરે રવીન્દ્ર જાડેજાને આઉટ આપ્યો હતો અને તેથી જ થર્ડ અમ્પાયરે પણ જાડેજાને આઉટ આપ્યો.
આ પણ વાંચો : વેઈટર માતા અને રસોઈયા પિતાના પુત્રએ વર્લ્ડ નંબર 1 ખેલાડીને હરાવી મચાવી ધમાલ