Cheteshwar Pujara આ ટીમનો સુકાની બનતા ફટકારી સદી, તો વોશિંગટન સુંદરે ડેબ્યુ મેચમાં ઝડપી 4 વિકેટ

|

Jul 20, 2022 | 11:06 AM

Cricket : ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ (County Cricket) માં ધમાલ મચાવી દીધી છે. તેણે સસેક્સ તરફથી રમતા આ વર્ષે તેની પાંચમી સદી ફટકારી છે. બીજી તરફ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ડેબ્યૂ કાઉન્ટી મેચમાં શાનદાર શરૂઆત કરી છે.

Cheteshwar Pujara આ ટીમનો સુકાની બનતા ફટકારી સદી, તો વોશિંગટન સુંદરે ડેબ્યુ મેચમાં ઝડપી 4 વિકેટ
Cheteshwar Pujara (PC: Sussex CCC)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) ની ‘નવી દિવાલ’ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. કાઉન્ટી ક્રિકેટમાં સુકાની બનતાની સાથે જ તેણે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી છે. ચાલુ સિઝનમાં સસેક્સ (Sussex Team) માટે સાત મેચમાં પૂજારાની આ પાંચમી સદી છે. બીજી તરફ ભારતીય ટીમના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે (Washinton Sunder) કાઉન્ટી ક્રિકેટ (County Cricket) ની પોતાની ડેબ્યુ મેચમાં 4 વિકેટ લઈને શાનદાર શરૂઆત કરી છે.

ચેતેશ્વર પુજારા 182 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 115 રન બનાવીને અણનમ છે. તેની અણનમ સદીના આધારે સસેક્સ ટીમે લોર્ડ્સમાં મિડલસેક્સ સામેની કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન II મેચના પ્રથમ દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટે 328 રન બનાવીને તેમની સ્થિતિ મજબૂત કરી હતી. આ પહેલા મિડલસેક્સે ટોસ જીતીને સસેક્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

પુજારાએ ત્રીજી વિકેટ માટે 219 રન જોડ્યા

સસેક્સ ટીમની શરૂઆત સારી રહી ન હતી. તેણે 18 રનના ટીમ સ્કોર પર ઓપનર એલિસ્ટર ઓરની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટોમ એસોપ અને ટોમ ક્લાર્કે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરીને ટીમની બાજી સંભાળી હતી. ક્લાર્કના આઉટ થયા બાદ અલ્સોપે પૂજારા સાથે મળીને ત્રીજી વિકેટ માટે 219 રનની ભાગીદારી કરીને પોતાની ટીમનો સ્કોર 318 સુધી પહોંચાડ્યો હતો. અલ્સોપે 277 બોલમાં 135 રનની ઇનિંગ રમી હતી. મિડલસેક્સ તરફથી ટોમ હેલ્મે 3 વિકેટ લીધી હતી.

વોશિંગટન સુંદરે 69 રન આપી 4 વિકેટ ઝડપી

ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે નોર્થમ્પટનશાયર સામે લેન્કેશાયર માટે 20 ઓવરમાં 69 રન આપીને ચાર વિકેટ લીધી હતી. વોશિંગટન સુંદરે વિલ યંગ, રોબ કીયો, રેયાન રિકલટન અને ટોમ ટેલરની વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદર (Washinton Sunder) એ તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ગયા વર્ષે જુલાઈમાં રમી હતી. 22 વર્ષીય વોશિંગ્ટન સુંદર હાથની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. ગયા વર્ષે જુલાઈમાં આંગળીમાં ઈજા થયા બાદ સુંદર લાંબા ફોર્મેટમાં વાપસી કરી રહ્યો છે.

Next Article