Cheteshwar Pujaraની તોફાની બેટિંગ કરતા ફટકારી ઝડપી સદી, એક ઓવરમાં ફટકાર્યા 22 રન

|

Aug 13, 2022 | 10:03 AM

ભારતીય ટેસ્ટ ટીમનો કરોડરજ્જુ ચેતેશ્વર પૂજારા આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં વન-ડે ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. સસેક્સ ટીમની કેપ્ટનશીપમાં પૂજારાએ તોફાની સદી ફટકારી છે. અહીં તેણે એક જ ઓવરમાં 22 રન લીધા, જેમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ છે.

Cheteshwar Pujaraની તોફાની બેટિંગ કરતા ફટકારી ઝડપી સદી, એક ઓવરમાં ફટકાર્યા 22 રન
Cheteshwar Pujara Sussex Cricket (PC: Twitter)

Follow us on

ભારતીય ટેસ્ટ ટીમનો ખેલાડી ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે અને સસેક્સ ટીમ (Sussex Cricket) તરફથી રમી રહ્યો છે. અગાઉ કાઉન્ટી ટીમમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ ચેતેશ્વર પૂજારાની તાકાત રોયલ લંડન વન ડે કપ (Royal London ODI Cup)માં પણ જોવા મળી છે. અહીં પૂજારાએ પોતાની ટીમ માટે શાનદાર સદી ફટકારી છે. જોકે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નથી.

શુક્રવારે રમાયેલી મેચમાં સસેક્સ ટીમના સુકાની ચેતેશ્વર પૂજારાએ વોરવિકશાયર સામે માત્ર 79 બોલમાં 107 રન બનાવ્યા હતા. જેમાં તેના નામે 7 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. ચેતેશ્વર પૂજારાનો સ્ટ્રાઈક રેટ 135.44 હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ઘણીવાર ટેસ્ટમાં તેની ટેકનિક અને સંયમિત ઈનિંગ્સ માટે જાણીતો છે. પરંતુ અહીં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેની ઝડપી ઈનિંગ્સથી બધાને ચોંકાવી દીધા. ચેતેશ્વર પુજારાએ ઈનિંગની 47મી ઓવરમાં કુલ 22 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં ચેતેશ્વર પૂજારાએ 4, 2, 4, 2, 6, 4 રન બનાવ્યા હતા. (તેનો વિડિયો અહીં જુઓ)

 

જોકે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)ની આ ઈનિંગ પણ તેની ટીમને જીત અપાવી શક્યો ન હતો. ચેતેશ્વર પુજારા 49મી ઓવરમાં આઉટ થયો. ત્યારબાદ ટીમને જીતવા માટે 20 રનની જરૂર હતી. પરંતુ સસેક્સ જીતથી 4 રન દૂર રહી ગયું હતું.

વોરવિકશાયરનો સ્કોર 310નો જંગી સ્કોર કર્યો હતો. જ્યારે પ્રથમ બેટિંગ કરતા વોરવિક્શાયર ટીમ તરફથી સદી પણ ફટકારવામાં આવી હતી. રોબ યેટ્સે 114 રનની ઈનિંગ રમી. જવાબમાં સસેક્સની ટીમ 306 રન બનાવી શકી હતી. પરંતુ ચેતેશ્વર પૂજારાની કેપ્ટનશીપની ઈનિંગે બધાના દિલ જીતી લીધા હતા. મહત્વનું છે કે ચેતેશ્વર પુજારા જ્યારે સસેક્સ ક્રિકેટ ક્લબનો પહેલીવાર સુકાની બન્યો હતો, ત્યારે પણ તેણે સુકાની તરીકે પહેલી મેચમાં જ સદી ફટકારીને તમામને ચોકાવી દીધા હતા. ચાલુ સિઝનમાં ચેેતેશ્વર પુજારાએ સસેક્સ ક્રિકેટ ક્લબ તરફથી કુલ છ સદી ફટકારી ચુક્યો છે. સસેક્સ તરફથી પુજારાએ પોતાની પહેલી સદીમાં 182 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 115 રન બનાવ્યા હતા. તેની પહેલી સદીમાં ભારતના જ વોશિંગ્ટન સુંદરે એ મેચમાં કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને સસેક્સ ક્લબ તરફથી ડેબ્યું કર્યું હતું.

Published On - 9:50 am, Sat, 13 August 22

Next Article