IPL 2022: ચેન્નાઈ એ MS Dhoni ના દમ પર આઇપીએલમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, મેચને અંતિમ બોલે જીતી લેવામાં માહિર

|

Apr 22, 2022 | 12:35 PM

મહેન્દ્ર સિંહ ધોની (28 અણનમ) એ તેની ફિનિશરની ભૂમિકા શાનદાર રીતે ભજવીને IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) પર મુંબઈ ઈન્ડિયન્સ પર ત્રણ વિકેટે જીત મેળવી હતી.

IPL 2022: ચેન્નાઈ એ MS Dhoni ના દમ પર આઇપીએલમાં બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, મેચને અંતિમ બોલે જીતી લેવામાં માહિર
Chennai Super Kings ને સિઝનમાં બીજી મુંબઈને હરાવીને મળી હતી

Follow us on

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને તેમની બીજી જીત નોંધાવી હતી. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યલો આર્મીએ રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમને ત્રણ વિકેટથી હરાવ્યું હતું. ચેન્નાઈ છેલ્લા બોલે જીતી ગયું. આ સાથે તેણે IPLમાં છેલ્લા બોલ પર સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. 21 એપ્રિલે, મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની શાનદાર બેટિંગના કારણે ચેન્નાઈએ છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી. ધોનીએ ફોર ફટકારીને ટીમને ટાર્ગેટ પાર પહોંચાડ્યો હતો. 20મી ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે 17 રનની જરૂર હતી. તેમાંથી ધોનીએ છેલ્લા બોલ પર 16 રન બનાવ્યા હતા.

આ વિજય સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે આઠમી વખત લક્ષ્યનો પીછો કરતા છેલ્લા બોલે જીત મેળવી હતી. ચેન્નાઈ પછી મુંબઈનું નામ આવે છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ છ વખત છેલ્લા બોલ પર મેચ જીતી ચુકી છે. રસપ્રદ વાત એ છે કે આ બંને આઈપીએલની સૌથી સફળ ટીમો છે. મુંબઈએ પાંચ વખત અને ચેન્નાઈએ ચાર વખત આ ખિતાબ જીત્યો છે. IPL 2022 માં પણ જ્યારે આ બંનેની ટક્કર થઈ હતી, ત્યારે ખૂબ જ મનોરંજન જોવા મળ્યુ હતુ.

ધોનીએ ત્રીજી વખત છેલ્લી ઓવરમાં 15થી વધુ રન બનાવ્યા હતા

ધોનીએ મુંબઈ સામેની મેચમાં છેલ્લા ચાર બોલમાં 16 રન બનાવીને વધુ એક ચમત્કાર કર્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં 15થી વધુ રન આપીને IPL માં ત્રીજી વખત ટીમને જીત અપાવી છે. તેણે મુંબઈ પહેલા 2016 અને 2010માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે આ કારનામું કર્યું હતું. 2016માં તેણે અક્ષર પટેલની સામે 22 રન અને 2010માં ઈરફાન પઠાણના બોલમાં 18 રન બનાવ્યા હતા. યોગાનુયોગ, ધોનીએ ત્રણેય પ્રસંગોએ ડાબા હાથના બોલરોની સામે છેલ્લી ઓવરમાં 15થી વધુ રન બનાવ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મેચમાં શું થયું

મેચ વિશે વાત કરીએ તો, મહેન્દ્ર સિંહ ધોની (28 અણનમ) એ તેની ફિનિશરની ભૂમિકા શાનદાર રીતે ભજવી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને ત્રણ વિકેટથી જીતવામાં મદદ કરી. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને સતત સાતમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે તિલક વર્માની અણનમ 51 રનની અડધી સદી સાથે ખરાબ શરૂઆતથી પુનઃપ્રાપ્ત કરીને સાત વિકેટે 155 રનનો આદરણીય સ્કોર બનાવ્યો હતો. જવાબમાં CSK એ સાત વિકેટે 156 રન બનાવ્યા અને બીજી જીત નોંધાવી. મુંબઈ ઈન્ડિયન્સે મેચ પર કબજો જમાવ્યો હતો પરંતુ છેલ્લી ઓવરો જીતવામાં માહિર ધોનીએ અંતમાં એ જ જૂનો કમાલ બતાવ્યો હતો.

 

આ પણ વાંચો : IPL 2022 Points Table: મુંબઈની સ્થિતી કફોડી, 7 મેચ હારીને રોહિત શર્માની ટીમને પોઈન્ટના નામે ‘મીંડુ’

આ પણ વાંચો : IPL 2022: ધોની સામે મુંબઈ પરાસ્ત, મેચ બાદ માહિ પર રોહિત શર્માએ જબરદસ્ત વાત કહી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Next Article