CSK IPL 2023 Auction: ધોનીની નજર ક્યા ખેલાડી પર રહેશે? જાણો ચેન્નાઈની ટીમ પાસે કેટલું બજેટ બાકી

|

Dec 23, 2022 | 9:30 AM

chennai super kings IPL 2023 Auction in Gujarati : આ ટીમનો સ્પિન વિભાગ હાલમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. ચેન્નાઈની ટીમ દીપક ચહર અને મુકેશ ચૌધરીના વિકલ્પ અને બેકઅપ રુપે એક ઝડપી બોલર પર બોલી લગાવી શકે છે.

CSK IPL 2023 Auction: ધોનીની નજર ક્યા ખેલાડી પર રહેશે? જાણો ચેન્નાઈની ટીમ પાસે કેટલું બજેટ બાકી
CSK IPL 2023 Auction
Image Credit source: File photo

Follow us on

આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમોમાંથી એક ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોતાની ટીમને મજબૂત બનાવવામાં લાગી છે. આ ટીમે ડ્વેન બ્રાવો અને રોબિન ઉથપ્પાને રીલીઝ કર્યા છે. તેમની નજર ખાસ કરીને વિદેશી ઝડપી બોલિંગ કરી શકનાર ઓલરાઉન્ડર પર રહેશે. જેથી તેઓ પોતાની નબળી બેટિંગ લાઈનઅપને પણ સુધારી શકે. તમામ ટીમોની જેમ ચેન્નાઈની નજર પણ સેમ કુરન પર રહેશે. ચેન્નાઈની ટીમે તેને વર્ષ 2019માં ખરીદ્યો હતો. આ ટીમનો સ્પિન વિભાગ હાલમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. ચેન્નાઈની ટીમ દીપક ચહર અને મુકેશ ચૌધરીના વિકલ્પ અને બેકઅપ રુપે એક ઝડપી બોલર પર બોલી લગાવી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના રીટેઈન ખેલાડીઓ: એમએસ ધોની , ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, સુભ્રાંશુ સેનાપતિ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, સિમેશ ચૌધરી, મતિષા ચૌધરી, દીપેશ ચૌધરી. , પ્રશાંત સોલંકી અને મહેશ થીક્ષાના

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

કેટલા ખેલાડીની જગ્યા બાકી – 7  (2 વિદેશી)

કેટલું બજેટ બાકી- 20.45 કરોડ

આઈપીએલ 2023 માટે ઓક્શન 23 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે. આઈપીએલ 2023નું ઓક્શન 2.30 કલાકે શરુ થશે. આઈપીએલ 2023 માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કર્યુ હતુ. શોર્ટ લિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે. જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. આ શોર્ટલિસ્ટ થયેલા ખેલાડીઓમાંથી 119 ખેલાડીઓ કેપ્ડ છે અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 282 છે.

આઈપીએલ 2023 ઓક્શન

 


હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 87 ખેલાડીઓને આઈપીએલની ટીમમાં સ્થાન મળશે, જેમાંથી 30 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે.

 


405 ખેલાડીઓમાંથી  273 ખેલાડીઓ ભારતીય છે અને 132 ખેલાડીઓ વિદેશીઓ હશે.

 


ઓક્શનમાં સામેલ 273માંથી સૌથી વધારે ખેલાડી જમ્મુ અને કશ્મીરમાંથી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડી નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી છે.

 

સૌથી વધારે જગ્યા હૈદરાબાદની ટીમમાં ખાલી છે. જ્યારે સૌથી ઓછા ખેલાડીઓની જગ્યા દિલ્હીની ટીમમાં બચી છે. સૌથી વધારે બજેટ હૈદરાબાદ પાસે અને સૌથી ઓછું કોલકત્તાની ટીમ પાસે બચ્યા છે. આ વર્ષે દરેક ટીમના બજેટમાં 5 કરોડ વધારવામાં આવ્યા છે. દરેક ટીમ 95 કરોડ સુધીનું બજેટ રાખી શકે છે. જેમાંથી તેઓ 75 ટકા પૈસા જ ઓક્શનમાં ઉપયોગમાં લઈ શકે છે.

Next Article