CSK એ આપેલા ઝટકાએ ચેતેશ્વર પુજારાની રમત બદલી દીધી, ધોનીએ છોડ્યો તો ધમાલ મચાવી!

|

Sep 18, 2022 | 9:23 AM

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) આઈપીએલ 2021 નો ખિતાબ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટીમનો ભાગ હતો, પરંતુ તે પછી ફ્રેન્ચાઈઝીએ તેને આંચકો આપ્યો હતો.

CSK એ આપેલા ઝટકાએ ચેતેશ્વર પુજારાની રમત બદલી દીધી, ધોનીએ છોડ્યો તો ધમાલ મચાવી!
CSK એ તેને આંચકો આપ્યો અને શિખ મળી

Follow us on

ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) એ ગયા મહિને ઈંગ્લેન્ડમાં કમાલો કરી દેખાડ્યો હતો. કાઉન્ટી ચેમ્પિયનશીપ હોય કે રોયલ લંડન વન ડે કપ (Royal London Cup) દરેક જગ્યાએ ભારતીય બેટ્સમેનનું બેટ જોરદાર ચલાવ્યુ છે. તેણે રોયલ લંડન વન ડે કપમાં સસેક્સ માટે 9 મેચોમાં 624 રન બનાવ્યા, જેમાં 3 આકર્ષક સદીનો સમાવેશ થાય છે. પૂજારાના આ શાનદાર ફોર્મે બધાને ચોંકાવી દીધા હતા, કારણ કે તેની રમત પણ પહેલા કરતા વધુ આક્રમક બની હતી. તેની બદલાયેલી સ્ટાઈલ પાછળનું સૌથી મોટું કારણ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) દ્વારા આપવામાં આવેલ આંચકો છે.

હાઈ સ્ટ્રાઈક રેટ પર કામ કર્યુ

આ વાતનો ખુલાસો ખુદ ભારતીય બેટ્સમેન પુજારાએ કર્યો છે. ક્રિકેટ પોડકાસ્ટ સાથે વાત કરતા, અનુભવી ભારતીય બેટ્સમેને કહ્યું કે તે ચોક્કસપણે તેની રમતની એક અલગ બાજુ છે. તેમાં કોઈ શંકા નથી. પિચ સારી હતી. તે થોડું સપાટ હતું, પરંતુ આવી પીચો પર પણ ઉચ્ચ સ્ટ્રાઇક રેટ સાથે સ્કોર કરવાની જરૂર છે. તેણે કહ્યું કે તેણે હંમેશા આ વસ્તુ પર કામ કર્યું છે. પૂજારાએ કહ્યું કે તે CSK ટીમનો ભાગ હતો જેણે ગત વર્ષે આઈપીએલનો ખિતાબ જીત્યો હતો અને જ્યારે તેણે કોઈ મેચ રમી ન હતી અને સાથી ખેલાડીઓને તૈયારી કરતા જોયા ત્યારે તેણે પોતાની જાતને કહ્યું કે જો તે ટૂંકા ફોર્મેટમાં રમવા માંગે છે, તો તેણે મોટા શોટ રમવા પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

કોચ સાથે વાતચીતે આત્મવિશ્વાસ વધાર્યો

પૂજારાએ કહ્યું કે તેણે રોયલ લંડન વન ડે કપ પહેલા તેના પર ઘણું કામ કર્યું હતું. તેણે કહ્યું કે તે કોચ ગ્રાન્ટ ફ્લાવર પાસે ગયો અને તેને કેટલાક શોટ્સ પર કામ કરવા કહ્યું. જ્યારે તે કોચ સાથે ટ્રેનિંગ કરી રહ્યો હતો ત્યારે કોચે તેને કહ્યું કે તે જે શોટની વાત કરી રહ્યો છે તે તે રમી રહ્યો છે. કોચની આ વાતને કારણે પૂજારાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પૂજારાએ ખુલાસો કર્યો કે તે સમયે તેણે વિચાર્યું હતું કે જો તે કેટલાક ઉંચા શોટ્સ પર કામ કરતો રહે તો તે T20 અથવા તો ODIમાં પણ સફળ થઈ શકે છે.

 

 

Published On - 9:20 am, Sun, 18 September 22

Next Article