
ઈંગ્લેન્ડની પરંપરા મુજબ, જે ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બને છે તેને દારૂની બોટલ એવોર્ડમાં આપવામાં આવે છે. ઓવલ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી સિરાજે ભેટમાં મળેલી દારૂની બોટલ ન લીધી. ખાસ વાત એ છે એકે જે બોટલ સિરાજે ન લીધી, તે ભારતના અન્ય એક સ્ટાર ખેલાડીએ બે વાર મળી હતી.
ભારતે ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2 ટેસ્ટ જીતી હતી. એજબેસ્ટન ખાતે ટીમ ઈન્ડિયાએ જીતેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં શુભમન ગિલ પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેને ત્યાં ચેપલ ડાઉન દારૂની બોટલ ભેટમાં આપવામાં આવી હતી. તેવી જ રીતે, ઓવલ ટેસ્ટમાં જીત પછી, શુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝના બદલામાં તે જ દારૂની બોટલ ફરી ભેટમાં આપવામાં આવી હતી. એટલે કે, ઓવલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી સિરાજે જે દારૂની બોટલ લીધી ન હતી, તે શુભમન ગિલને શ્રેણીમાં બે વાર મળી હતી.
હવે પ્રશ્ન એ છે કે ઓવલ ટેસ્ટનો હીરો બન્યા પછી સિરાજે દારૂની બોટલ કેમ ન લીધી? તો આનું સીધું કારણ સિરાજની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. મોહમ્મદ સિરાજ મુસ્લિમ છે, અને ઈસ્લામમાં દારૂને હરામ અથવા અશુદ્ધ માનવામાં આવે છે. અને આ જ તેના દારૂની બોટલન સ્વીકારવા પાછળનું વાસ્તવિક કારણ છે.
ઓવલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઓવલ ટેસ્ટમાં તેણે કુલ 9 વિકેટ લીધી હતી. તેણે પહેલી ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈ ઈંગ્લેન્ડના ખેલાડીઓનો સફાયો બોલાવ્યો અને ટીમ ઈન્ડિયાને યાદગાર જીત અપાવી.
સિરાજે જે વાઈનની બોટલ લીધી ન હતી અને શુભમન ગિલને ટેસ્ટ શ્રેણીને જે બોટલ સિરીઝમાં બે વાર મળી હતી તે દ્રાક્ષ અને સફરજનમાંથી બને છે. ચેપલ ડાઉન નામની તે વાઈન ફક્ત ખાસ પ્રસંગો અથવા ઉજવણીઓ પર જ ભેટમાં આપવામાં આવે છે.
આ પણ વાંચો: સિરાજ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? ગૌતમ ગંભીરના આ નિર્ણયથી મળ્યો સંકેત