
પાકિસ્તાનને 3 દાયકા પછી ICC ટુર્નામેન્ટનું આયોજન કરીને મોટો નફો મેળવવાની આશા હતી. પરંતુ, ફરી એકવાર તેમને ભારત સાથેની દુશ્મનાવટના પરિણામો ભોગવવા પડ્યા. સૌપ્રથમ, ભારત પાકિસ્તાનમાં રમવા ન જવાને કારણે, જાહેરાતની આવક પર અસર પડી અને પછી ટુર્નામેન્ટમાંથી વહેલા બહાર નીકળવાને કારણે, સ્ટેડિયમ ખાલી થવા લાગ્યા.
પાકિસ્તાનને પણ આશા હતી કે જો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં ભારતને હરાવે છે તો ફાઈનલ મેચ પાકિસ્તાનમાં રમાશે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને થોડી રાહત મળશે અને તે પૈસા કમાશે. પરંતુ ભારતે આ આશા પર પાણી ફેરવી દીધું અને PCBને કરોડોનું નુકસાન પહોંચાડ્યું.
ભારતે પાકિસ્તાનને પહેલેથી જ ઝટકો આપ્યો હતો અને પછી વરસાદે બાકીનું કામ પૂર્ણ કર્યું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની સ્થિતિ પહેલાથી જ નબળી હતી કારણ કે તેની ટીમ કોઈપણ મેચ જીત્યા વિના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ત્રણ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને PCBએ આ મેચોની ટિકિટના પૈસા પરત કરવાની જાહેરાત કરી હતી. આ પગલાને કારણે PCB ને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ ભારતને કારણે તેમને મોટો ફટકો પડ્યો છે. એવો અંદાજ છે કે PCBએ આ માટે લગભગ 180 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા અને રાવલપિંડી, કરાચી અને લાહોરના સ્ટેડિયમને અપડેટ કર્યા હતા. તેમને આશા હતી કે જો ફાઈનલ પાકિસ્તાનમાં યોજાશે તો PCBનો ખર્ચો નીકળી જશે, પરંતુ એવું થયું નહીં.
લગભગ 30 વર્ષ પછી, પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકાર મળ્યા છે અને તે લીગ તબક્કામાંથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. આ ઉપરાંત, ભારતની એક પણ મેચ પાકિસ્તાનમાં યોજાઈ ન હતી, જેના કારણે પાકિસ્તાન જાહેરાતોમાંથી થતી મોટી કમાણીથી વંચિત રહ્યું.
આ પણ વાંચો: 3 મેચમાં 2 સદી… ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે ભારતીય મૂળનો આ ખેલાડી
Published On - 10:55 pm, Thu, 6 March 25