અરે રેરે પાકિસ્તાન……..ન ટ્રોફી જીતી,ન પૈસા અને કોઈ સમ્માન નહી, યજમાન PCB ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલના પ્રેઝન્ટેશન સેરેમનીમાંથી ગાયબ

|

Mar 10, 2025 | 11:59 AM

પાકિસ્તાને અંદાજે 29 વર્ષ બાદ કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ હોસ્ટ કર્યું હતુ. પરંતુ માત્ર 6 દિવસમાં પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.યજમાન દેશ પાકિસ્તાન માટે આ એક શરમજનક બાબત કહી શકાય છે. જેના પર હવે મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

અરે રેરે પાકિસ્તાન........ન ટ્રોફી જીતી,ન પૈસા અને કોઈ સમ્માન નહી,  યજમાન PCB ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલના પ્રેઝન્ટેશન સેરેમનીમાંથી ગાયબ

Follow us on

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતે ત્રીજી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે.જેમાં ક્રિકેટ ચાહકોને જશ્ન મનાવવાની શાનદાર તક મળી છે. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીત પર ચારેબાજુથી શુભકામનાનો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ પાકિસ્તાન પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

કોઈ અધિકારી પ્રેઝન્ટેશન સેરેમનીમાં જોવા મળ્યા નહી

ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતતા સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ ચેમ્પિયન ટ્રોફીની યજમાન પાકિસ્તાન પર શાનદાર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન હતુ પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોઈ અધિકારી પ્રેઝન્ટેશન સેરેમનીમાં પણ જોવા મળ્યા ન હતા.ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાને હોસ્ટ કરી પરંતુ ખાલી હાથ રહી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

 

 

 

 

 

 

 

આ ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મેચ સમાપ્ત થયા બાદ સમારોહમાં પાકિસ્તાનનો કોઈ અધિકારી હાજર ન હતો જેના કારણે હવે હોબાળો મચી ગયો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં વિવાદ

દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલના સમાપન સમારોહમાં આઈસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને સ્ટેજ પર આમંત્રિત ન કર્યા બાદ રવિવારે વિવાદ સર્જાયો હતો. એક સૂત્રએ જણાવ્યું કે PCBના ચીફ એક્ઝિક્યુટિવ સુમૈર અહેમદ મેદાનમાં હાજર હતા પરંતુ તેમને પ્રેઝન્ટેશનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે ટુર્નામેન્ટ ડાયરેક્ટર પણ છે.

 

PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવી શકે છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ X પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ‘ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયું પરંતુ ફાઈનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ ત્યાં નહોતો. પાકિસ્તાન યજમાન હતું. હું સમજી શક્યો નહીં કે PCB તરફથી કોઈ શા માટે ત્યાં ન હતું.

Next Article