IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મજા બગડવાના અણસાર, સેંન્ચ્યુરિયનમાં ખરાબ વાતાવરણનુ સંકટ

|

Dec 26, 2021 | 9:16 AM

સેન્ચ્યુરિયન ટેસ્ટ (Centurion Test) ને લઈને ખૂબ જ રોમાંચ છે, પરંતુ તેની મજા બગડતી હોઈ શકે છે. કારણ કે સેન્ચુરિયન ટેસ્ટ પર આકાશી ખતરો તોળાઈ રહ્યો છે.

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટ મજા બગડવાના અણસાર, સેંન્ચ્યુરિયનમાં ખરાબ વાતાવરણનુ સંકટ
SuperSport Park, Centurion

Follow us on

મેલબોર્ન (Melbourne Test) ના મેદાન પર એશિઝ શ્રેણી (Ashes series) માં બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) રમાઈ રહી છે. પરંતુ, ભારતીય ક્રિકેટ પ્રેમીઓની નજર બોક્સિંગ ડે ટેસ્ટનું ડેસ્ટિનેશન સેન્ચુરિયનનું સુપર સ્પોર્ટ્સ પાર્ક (SuperSport Park, Centurion) હશે, જ્યાં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) ની ટીમો હવેથી થોડા સમય પછી આમને-સામને થશે.

આ ટેસ્ટને લઈને ખૂબ રોમાંચ છે, પરંતુ સેન્ચુરિયનનું હવામાન (Centurion weather) તે રોમાંચમાં અવરોધ બની શકે છે. વાસ્તવમાં, સેન્ચુરિયન ટેસ્ટ (Centurion Test) પર આકાશી ખતરો તોળાઈ રહ્યો છે. મતલબ કે ટેસ્ટ મેચ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

Google Weather અનુસાર સેન્ચુરિયનમાં 5માંથી 3 દિવસ વરસાદની શક્યતા છે. એટલે કે આખી ઓવર માત્ર 2 દિવસ રમવાની શક્યતા છે. ટેસ્ટ મેચના પહેલા જ દિવસે 60 ટકા વરસાદની અપેક્ષા છે. જો કે બપોર બાદ વાતાવરણ થોડું સ્વચ્છ થવાની ધારણા છે. પરંતુ સવારે આકાશ વાદળછાયું રહેશે અને વરસાદ જોવા મળશે. આ સિવાય ટેસ્ટ મેચના બીજા દિવસે એટલે કે સોમવારે 100 ટકા વરસાદની સંભાવના છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ટેસ્ટ મેચના 5માંથી 3 દિવસ વરસાદની આગાહી

સારા સમાચાર એ છે કે ત્રીજા અને ચોથા દિવસે હવામાન સ્વચ્છ રહેશે અને વરસાદ નહીં પડે. મતલબ કે આ બે દિવસમાં મેચની આખી ઓવર રમાશે. પરંતુ, 5માં દિવસે ફરી વરસાદી માહોલ રહેશે. એટલે કે ગુરુવારે સેન્ચુરિયનમાં ફરી વરસાદની સંભાવના છે. આ વરસાદ 5માં દિવસે આખા દિવસની રમત પર તેની અસર બતાવશે. એટલે કે જે લોકો ક્રિકેટ મેચના પરિણામની રાહ જોશે, તેમને પણ નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

 

Centurion weather

 

જો હવામાન ખરાબ હોય તો બેટિંગ સરળ નથી

સેન્ચુરિયનમાં વરસાદનો અર્થ એ થશે કે પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરવી સહેજ પણ આસાન નહીં હોય. આકાશમાં વાદળો હોય અને હવામાં ભેજ હોય ​​તો ફાસ્ટ બોલરોના બોલ હવામાં ફફડે છે. મતલબ કે હવે સેન્ચુરિયનમાં ભારતીય ફાસ્ટ બોલરો મેચ જીતવા માટે વધુ જવાબદાર રહેશે. બીજી તરફ વિરાટ, પૂજારા અને રહાણે જેવા બેટ્સમેનોએ પણ સાવચેતીપૂર્વક બેટિંગ કરવી પડશે.

ભારત-દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા જ કોરોનાની ઝપેટમાં આવી ચુકી છે, જેના કારણે ટેસ્ટ અને વનડે સીરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાશે. એટલે કે દર્શકો માટે કોઈ એન્ટ્રી રહેશે નહીં. હવે જો વરસાદ એમાં રમત બગાડતો જોવા મળે તો મજા જ ઉડી જશે.

 

આ પણ વાંચોઃ IND vs SA: અશ્વિનને વન ડે ક્રિકેટમાં પણ મળી શકે છે મોકો, 4 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકા સામે સિરીઝમાં મળશે મોકો

આ પણ વાંચોઃ Boxing Day Test: ‘બોક્સિંગ’ શબ્દને ક્રિકેટ સાથે શુ છે સંબંધ ? 26 ડીસેમ્બર થી શરુ થતી ટેસ્ટ મેચને અપાય છે ખાસ ઓળખ, જાણો

 

Next Article