IND vs SA: ભારતની ઐતિહાસીક જીતમાં વરસાદનુ સંકટ! સેન્ચ્યુરિયનમાં આજે આવુ રહેશે વાતાવરણ, જાણો

|

Dec 30, 2021 | 8:59 AM

સેન્ચુરિયન (Centurion Test) માં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ છે અને આ દિવસે બધાની નજર હવામાન પર રહેશે.

IND vs SA: ભારતની ઐતિહાસીક જીતમાં વરસાદનુ સંકટ! સેન્ચ્યુરિયનમાં આજે આવુ રહેશે વાતાવરણ, જાણો
SuperSport Park, Centurion

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે બેચ સેન્ચુરિયન (Centurion Test) માં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ છે. આ મેચમાં ભારત જીતની નજીક છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ યજમાન ટીમે ચોથા દિવસની રમતના અંતે માત્ર 94 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હવે તેને જીતવા માટે 211 રનની જરૂર છે જ્યારે ભારતને માત્ર છ વિકેટની જરૂર છે. જો કે આ દરમિયાન તમામની નજર હવામાન પર રહેશે.

આ મેચના બીજા દિવસે વરસાદને કારણે રમતમાં વિક્ષેપ પડ્યો હતો અને એક પણ બોલ ફેંકાયા વિના દિવસની રમત રદ કરવામાં આવી હતી. ત્યારથી, દરેકની નજર હવામાન પર છે. સેન્ચુરિયન (Centurion weather) માં વાદળછાયું વાતાવરણ છે. પાંચમા દિવસે જોવાનું રહેશે કે વરસાદ મેચની મજા બગાડે નહીં અને ભારત જીતવાની તક ગુમાવી ન દે.

જો આપણે પાંચમા દિવસે સેન્ચુરિયનના હવામાનની વાત કરીએ તો અહીં ભારત માટે કોઈ સારા સમાચાર નથી. વેધર રિપોર્ટ અનુસાર, આજે એટલે કે 30 ડિસેમ્બરે બે કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ સાથે વાવાઝોડાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ રહેશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

એલ્ગર મુશ્કેલી બની શકે છે

વરસાદ ભારતની આકાંક્ષાઓને બગાડી શકે છે અને આ સિવાય દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર (Dean Elgar) પણ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. કેપ્ટન અત્યારે 52 રન બનાવીને રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની આશા તેના કેપ્ટન અને વરસાદથી જ છે. તે આ મેચમાં ટીમને હારથી બચાવી શકે છે. ભારતને છ વિકેટની જરૂર છે અને પ્રથમ સેશનમાં જ આ તમામ છ વિકેટ લેવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ભારત આ મેદાન પર અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યું નથી અને જો આ વખતે આમ કરવામાં સફળતા મળશે, તો અહીં ભારતીય ટીમની પ્રથમ જીત હશે.

 

ચોથા દિવસની રમત આવી હતી

ભારતીય ટીમે ચોથા દિવસની શરૂઆત એક વિકેટના નુકસાન પર 16 રનથી કરી હતી. જોકે, તે તેની બીજી ઇનિંગમાં મોટો સ્કોર કરી શકી ન હતી અને માત્ર 174 રન બનાવી શકી હતી. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 327 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 197 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બીજી ઇનિંગમાં તે 130 રનની લીડ સાથે આવી હતી અને આ કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને મોટો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી બીજી ઇનિંગમાં ઋષભ પંતે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 23 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ભારત તરફથી કાગીસો રબાડા અને માર્કો યાનસને ચાર-ચાર વિકેટ લીધી હતી. લુંગી એનગિડીને બે સફળતા મળી હતી.

 

આ પણ વાંચોઃ IND vs SA: કેશવ મહારાજ પર વિરાટ કોહલીનો ગુસ્સો ફાટ્યો! કેપ્ટને કહ્યુને બુમરાહે ‘ગીલ્લી’ ઉડાવી દીધી

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Next Article