Breaking News : યુવરાજ સિંહે કહ્યું આ ખેલાડી વિશ્વ ક્રિકેટનો બીજો ‘વૈભવ સૂર્યવંશી’, જાણો કોણ છે રાહુલ કુમાર?

ભારતના પૂર્વ દિગ્ગજ યુવરાજ સિંહેએ ખેલાડી વિશે પોતાનું મંતવ્ય આપ્યું હતુ કે,તેઓ આ ખેલાડીને વિશ્વ ક્રિકેટનો બીજો વૈભવ સૂર્યવંશી માને છે. તો ચાલો આજે આપણે જાણીએ કોણ છે રાહુલ કુમાર?

Breaking News : યુવરાજ સિંહે કહ્યું આ ખેલાડી વિશ્વ ક્રિકેટનો બીજો વૈભવ સૂર્યવંશી, જાણો કોણ છે રાહુલ કુમાર?
| Updated on: Apr 05, 2026 | 11:43 AM

યુવરાજ સિંહે એક એવા ખેલાડીને લઈ વાત કરી છે. જેને જોઈ તેને લાગે છે કે, આ ખેલાડી બીજો વૈભવ સૂર્યવંશી છે. યુવરાજ સિંહે 18 વર્ષના બેટ્સમેન રાહુલ કુમારને ભવિષ્યનો મોટો સ્ટાર કહ્યો છે. એક પોડકાસ્ટમાં યુવરાજ સિંહે કહ્યું કે, હું રાહુલ સાથે કામ કરવાનો છું. મને લાગે છે કે, તે મોટો સ્ટાર બેટ્સમેન બનશે. તેને આગામી એક વર્ષમાં મોટી ટૂર્નામેન્ટ માટે તૈયાર કરવાનો છે. મને લાગે છે કે, તેનામાં એક એવું ફેક્ટર છે જેને અમે વૈભવ સૂર્યવંશીમાં જોઈએ છીએ.

તમને જણાવી દઈએ કે, રાહુલ કુમાર 18 વર્ષનો છે અને બેટિંગ સાથે તે ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. મિડિલ ઓર્ડમાં બેટિંગ કરનાર રાહુલ પંજાબ અને ભારતની અંડર 19 ટીમમાં રમી ચૂક્યો છે. રાહુલે વર્ષ 2005માં કર્નલ સીકે નાયડુ ટ્રોફીમાં ભારત વિરુદ્ધ 182 બોલમાં 125 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. તેમજ પોતાની ઓળખ બનાવી હતી. રાહુલે અત્યારસુધી 4 અંડર 19 વનડે મેચમાં 81.70ની સરેરાશથી 245 રન બનાવ્યા છે. આ સિવાય વીનુ માંકડ ટ્રોફીમાં 56.27ની સરેરાશથી 225 રન બનાવવામાં સફળ રહ્યો છે.

 

બીજી બાજુ વૈભવ સૂર્યવંશી જે 15 વર્ષનો છે. નાની ઉંમરમાં આટલી સુંદર ક્રિકેટ રમી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે. આઈપીએલ 2026માં વૈભવે સીએસકે વિરુદ્ધ પોતાની પહેલી મેચમાં 17 બોલમાં 51 રનની ઈનિગ્સ રમી હતી. જેનાથી તેણે સાબિત કરી દીધું કે, તે એક શાનદાર બેટ્સમેન છે.

જાણો કોણ છે રાહુલ કુમાર?

રાહુલ કુમાર 18 વર્ષનો ડાબોડી બેટ્સમેન છે જે ઓફ સ્પિન બોલિંગ પણ કરે છે. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા, રાહુલે પંજાબ અને ભારતીય અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.નવેમ્બર 2025માં તે ઈન્ડિયા બી ટીમ માટે અફઘાનિસ્તાન અને ઈન્ડિયા એ અંડર-19 વિરુદ્ધ ત્રિકોણીય સીરિઝ રમ્યો હતો. પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન કાંઈ ખાસ રહ્યું નથી.

રાહુલ જુલાઈ 2025માં ભારતીય અંડર-19 ટીમ સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો હતો. પહેલી ટેસ્ટમાં તેમણે છઠ્ઠા નંબરે બેટિંગ કરી 81 બોલમાં 14 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 85 રન બનાવ્યા હતા. બીજી ઈનિગ્સમાં તેમણે 11 રન બનાવ્યા હતા. આ સિવાય તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ રહી ચૂક્યો છે. જેમાં તેમણે ટેસ્ટ અને વનડે બંન્ને ફોર્મેટમાં રમવાની તક મળી હતી. સીરિઝમાં તેમણે એક અડધી સદી ફટકારવાની સાથે બંન્ને ઈનિગ્સમાં કુલ 64 રન બનાવ્યા હતા.

 

યુવરાજ સિંહનો જન્મ 12 ડિસેમ્બર 1981ના રોજ થયો હતો. યુવરાજ સિંહના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

Follow Us