AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 23 કરોડથી વધારે, તો ટીમ ઇન્ડિયાને કેટલા પૈસા મળશે, જાણો

ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 7મી વખત મહિલા ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે અને ટીમે આખી ટીમમાં એક પણ મેચ હારી નથી. આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર ટ્રોફી પોતાને નામ કરી છે. આ સાથે પૈસાનો પણ વરસાદ થયો છે.

Women’s T20 World Cup ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 23 કરોડથી વધારે, તો ટીમ ઇન્ડિયાને કેટલા પૈસા મળશે, જાણો
Image Credit source: AI
| Updated on: Jul 06, 2026 | 1:59 PM
Share

સતત 2 વર્ષમાં 2 વર્લ્ડકપનો ખિતાબ ચૂક્યા બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ ફરી એક વખત વર્લ્ડકપની વિજેતા બની છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ મેજબાન ટીમને હરાવી ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં 7 વિકેટથી જીત સાથે રેકોર્ડ 7મી વખત ટ્રોફી પોતાને નામ કરી છે. સોફી મોલિન્યુની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર ટી20 વર્લ્ડકપની ટ્રોફી નથી ઉઠાવી પરંતુ 23 કરોડ રુપિયાથી વધુની પ્રાઈઝ મની જીતી છે. તેમજ રનર-અપ ઈંગ્લેન્ડને પણ મોટી રકમ મળી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ

પહેલી વખત 12 ટીમોની સાથે રમાયેલા આ મહિલા ટી20 વર્લ્ડકપ માટે આઈસીસી દ્વારા પ્રાઈઝ મની પુલ વધારવામાં આવી હતી. વર્લ્ડકપ 2024માં જે પ્રાઈઝ પુલ 7.95 મિલિયન ડોલરનું હતુ. તે આ વખતે 12 ટીમોના કારણે 8.76 મિલિયન ડોલરથી અંદાજે 83.40 કરોડ રુપિયા કરવામાં આવી હતી. વિજેતા અને રનર-અપ વિજેતાને મળનારી રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ ટી20 વર્લ્ડકપ 2024 જેટલો જ રાખવામાં આવ્યો હતો.

કુલ પ્રાઈઝ મની અંદાજે 12.55 કરોડ રુપિયા

યજમાન ઇંગ્લેન્ડ, જે પહેલી વાર ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાનું ચૂકી ગયું હતું, તેને પણ મોટી રકમ મળશે. જોકે, તેમને પાછલા વર્લ્ડ કપના રનર્સ-અપ જેટલી જ ઇનામી રકમ મળશે. રનરઅપના રુપમાં ઈંગ્લેન્ડના ખાતામાં 1.17 મિલિયન ડોલર અંદાજે 11.10 કરોડ રુપિયાની રકમ મળશે. ઓસ્ટ્રેલિયાની જેમ ઈંગ્લેન્ડે પણ ગ્રુપ સ્ટેજમાં પાંચ મેચ જીતી હતી. આ માટે તેમણે 1.45 કરોડ રુપિયા અલગથી મળશે. આવી રીતે ઈંગ્લેન્ડની કુલ પ્રાઈઝ મની અંદાજે 12.55 કરોડ રુપિયા છે.

1 કરોડથી પણ ન જીતી શકી ટીમ ઈન્ડિયા

વાત જો ટીમ ઈન્ડિયાની કરીએ તો ગત્ત વર્ષે નવેમ્બર મહિનામાં પહેલી વખત વનડે વર્લ્ડ ચેમ્પિયન બની મોટી પ્રાઈઝ મની જીતનારી ટીમ આ વખતે વધારે સફળતા મેળવી શકી ન હતી. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ હતી. ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમે માત્ર 3 મેચ જીતી હતી. આ માટે તેની કુલ કમાણી 1 કરોડથી વધારે ન હતી. અંદાજે 90 લાખ રુપિયા મળ્યા હતા.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
કચ્છના કંડલા OTB નજીક બે જહાજ અથડાતા મોટો અકસ્માત, 24 લોકોનું રેસ્ક્યૂ
કચ્છના કંડલા OTB નજીક બે જહાજ અથડાતા મોટો અકસ્માત, 24 લોકોનું રેસ્ક્યૂ
ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી
ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
g clip-path="url(#clip0_868_265)">