
મહિલા એશિયા કપ 2026 છેલ્લા પડાવમાં છે. ત્યારે મેદાનની બહાર પણ ખુબ ટિપ્પણીનો વરસાદ જોવા મળી રહ્યો છે. એશિયાઈ ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી ફરી એક વખત પોતાના જૂના વલણને લઈ પૂર્વ ભારતીય દિગ્ગજોના નિશાન પર આવ્યા છે. ભારતીય મહિલા ટીમ સેમિફાઈનલમાં પહોંચતા જ ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અજય જાડેજાએ સોશિયલ મીડિયા પર નકવીની મજાક ઉડી રહી છે. ત્યારબાદ પીસીબી ચીફની ખુબ મજાક ઉડી રહી છે.
અજય જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોહસિન નકવીનો એક જુનો ફોટો શેર કરી મજાક કરી છે. જેનાથી ક્રિકેટ ચાહકોને મજા આવી ગઈ છે. અજય જાડેજાએ લખ્યું કે, જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વખતે એશિયા કપ પોતાના નામ કરે છે. તેમ છતાં પાકિસ્તાન કોઈ પણ ફાઈનલમાં જીત મેળવ્યા વગર બીજી વખત એશિયા કપ ટ્રોફીની માલિક બની જશે. કારણ કે, મોહસિન નકવી ફરી એક વખત ટ્રોફી ચોરાવી રફુચક્કર થઈ જશે. જાડેજાના આ નિવેદનના થોડા કલાકમાં સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેડ બની ગયું હતુ. આ સાથે તેમણે એક મજેદાર ફોટો પણ પોસ્ટ કર્યો હતો.
Biggest Question⁉️
If Indian Women’s Team wins the Women’s Asia Cup 2026, will they take the trophy from ACC Chairman Mohsin Naqvi?
Or will we see a repeat of Men’s Asia Cup 2025 final and its post-match presentation drama in Women’s Asia Cup?
What are your thoughts
— Ajay Jadeja (@AjayJadeja171) September 8, 2026
અજય જાડેજાની આ ટિપ્પણી કારણ વગરની નથી પરંતુ આના તાર 2025માં રમાયેલા પુરુષ એશિયા કપ સાથે જોડાયેલા છે. જ્યારે ભારતીય પુરુષ ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને ઘૂળ ચટાવી હતી. ત્યારે ભારતીય ખેલાડીએ સરહદ પારના તણાવ અને રાજકારણોથી એસીસી અધ્યક્ષ નકવીના હાથથી ટ્રોફી લેવાની ના પાડી હતી. આ નિર્ણય બાદ નકવી ટ્રોફીનું મંચ છોડી ચુપચાપ સ્ટેડિયમમાંથી પોતાની સાથે ટ્રોફી લઈ ગયો હતો.
મહિલા એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમ ખિતાબી જીતની સૌથી મોટી દાવેદાર છે. ફાઈનલ મેચમાં એવોર્ડ સમારોહમાં નકવીને આમંત્રિત કરવામાં આવશે. આ માટે ક્રિકેટ જગતમાં આ એક મજાકનો વિષય બની ગયો છે.કે, શું આ વખતે પણ ભારતીય ટીમ કોઈ ટ્રોફી વગર જશ્ન મનાવશે. ભારતીય પુરુષ ટીમે જે રીતે જશ્ન મનાવ્યો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પણ સોશિયલ મીડિયા પર મોહસિન નકવીની મજાક ઉડાવી હતી.