Women’s Asia Cup : ભારત-પાકિસ્તાન મેચની તારીખ નક્કી થઈ, 9 દિવસમાં આટલી વખત થઈ શકે છે ટકકર

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે ટુંક સમય પહેલા મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં ટકકર થઈ હતી. ત્યારબાદ હવે બંને ટીમ ફરી એક વખત ટકરાશે. આ વખતે 2 મેચ રમાઈ શકે છે.

Women’s Asia Cup : ભારત-પાકિસ્તાન મેચની તારીખ નક્કી થઈ, 9 દિવસમાં આટલી વખત થઈ શકે છે ટકકર
| Updated on: Aug 07, 2026 | 8:22 AM

ભારત અને પાકિસ્તાનની ટકકરની બધા રાહ જોઈ રહેલા ક્રિકેટ ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. ટુંક સમયમાં બંને દેશ વચ્ચે ટી20 ક્રિકેટની મેચ જોવા મળશે. આ મેચ મહિલા એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ ફરી આમને સામને થશે. યુએઈમાં 28 ઓગસ્ટથી શરુ થઈ રહેલી 8 ટીમની ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. અહી બંને ટીમો વચ્ચે મેચ 5 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોની ટકકર થઈ શકે છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલે 6 ઓગસ્ટના રોજ મહિલા એશિયા કપની છઠ્ઠી સીઝનનો કાર્યક્રમ શરુ કરશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને હોન્ગ કોંગ અને ચીન, યુએઈ અને ઈન્ડોનેશિયાની ટીમો પણ ભાગ લઈ રહી છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમને ગ્રુપ એમાં રાખવામાં આવી છે. તેની સાથે થાઈલેન્ડ અને હોંગકોગ-ચીનની ટીમો પણ સામેલ છે. તેમજ ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, યુએઈ અને ઈન્ડોનેશિયા છે.

કેટલી વખત ભારત-પાકિસ્તાનની ટકકર?

ટૂર્નામેન્ટની શરુઆત થાઈલેન્ડ અને હોંગ કોંગ-ચીન સાથે મેચ થશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 30 ઓગસ્ટથી થાઈલેન્ડમાં શરુ થશે. ભારતની આગામી મેચ 3 સપ્ટેમ્બરના રોજ હોંગકોગ-ચીન સાથે થશે. ત્યારબાદ ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચમાં તે 5 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સાથે ટકરાશે.

બંને ગ્રુપમાંથી 2-2 ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. 13 સપ્ટેમ્બરના રોજ ટૂર્નામેન્ટની ફાઈનલ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ટૂર્નામેન્ટમાં 2 વખત ટકકર થઈ શકે છે. ગ્રુપ સ્ટેજમાં ટકકર પછી બંને ટીમો વચ્ચે આગામી મેચ 13 સપ્ટેમ્બરના રોજ ફાઈનલમાં થઈ શકે છે. પરંતુ આવું થવાની શક્યતા ઓછી છે. કારણ કે, પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે.

કેવો છે ભારત -પાકિસ્તાનનો રેકોર્ડ?

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં મહિલા ટી20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ રાઉન્ડમાં ટકકર થઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 170 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આસિવાય જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 106 રનમાં સમેટાય હતી. ત્યારે ફરી એક વખત એશિયા કપમાં પણ આવો નજારો જોવા મળે તેવી ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા ટી20 ક્રિકેટમાં 16 મેચ રમાઈ છે. જેમાં ભારતે 13 અને પાકિસ્તાને 3 મેચ જીતી છે.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.