
ટી20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ પહેલા અફઘાનિસ્તાને ટીમ ઈન્ડિયા માટે ડિનરનું આયોજન કર્યું હતુ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી આપવામાં આવેલા ડિનરના આમંત્રણની પાછળ એક ખાસ કારણ હતુ. આ આયોજનમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ નહી પરંતુ બીસીસીઆઈના ટોપના ઓફિશિયલ્સ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ભારત-અફઘાનિસ્તાનના ખેલાડીઓએ એક બીજા સાથે અનુભવ શેર કર્યો હતો. તેમજ ટી20 સીરિઝની ટ્રોફી સાથે ફોટો પણ ક્લિક કર્યા હતા.
અફઘાનિસ્તાનના ક્રિકેટે બીસીસીઆઈ ઓફિશિયલ્સ અને ભારતીય ખેલાડીઓની સાથે પસાર કરેલા સમયને કોહ-એ-ઝફર ઈવેન્ટનું નામ આપ્યું હતુ. જેનો અર્થ થાય છે સફળતાનું શિખર
#WATCH | Delhi | Indian and Afghan cricket teams pose with the 2026 Friendship Cup at the Koh-E-Zafar (Mountain of Triumph) event
The Afghanistan Cricket Board (ACB) hosted Koh-E-Zafar (Mountain of Triumph) – a special event bringing together officials from the Afghanistan Cricket Board (ACB) and the BCCI
— ANI (@ANI) September 16, 2026
ટીમ ઈન્ડિયાને ડિનર માટે બોલાવવા પાછળનું કારણ ભારત -અફઘાનિસ્તાન વચ્ચે મજબુત ક્રિકેટના સંબંધોને સેલિબ્રેટ કરવાનું હતુ. આ આયોજનની પાછળ કારણ ભારત-અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની લાંબા સમયથી ચાલી રહેલી સારી ફ્રેન્ડશીપનો જશ્ન મનાવવાનો હતો. કોહ-એ ઝફર નામથી કરવામાં આવેલી આ ઈવેન્ટમાં ખેલાડીઓની સાથે સાથે બંને દેશના ક્રિકેટ અધિકારીઓ પણ સામેલ હતા.
કોહ-એ-ઝફર દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ખેલાડીઓ અને બીસીસીઆઈના અધિકારીઓને મોમેન્ટો આપી સન્માનિત પણ કર્યા હતા.
!
The Afghanistan Cricket Board hosted the Indian Cricket Team for a special dinner this evening, which was also attended by the #AfghanAtalan, senior leadership from the ACB and the BCCI.
As a gesture of friendship and camaraderie, #AfghanAtalan and ACB leadership presented souvenirs to the Indian Cricket Team and BCCI leadership.
#ACB | #BCCI
— Afghanistan Cricket Board (@ACBofficials) September 16, 2026
ઈવેન્ટ દરમિયાન ભારત-અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પોતાની ક્રિકેટ જર્નીને લઈ પોતાના અનુભવ શેર કર્યા હતા. ઈશાન કિશને માત્ર અફઘાનિસ્તાનના ખેલાડીઓના ટેલેન્ટ નહી પરંતુ તેને સારા માણસો પણ કહ્યા હતા.
#WATCH | Delhi | Indian Cricketer Ishan Kishan says, “It is always enjoyable playing against them (Afghanistan) because many of us have also played together in the IPL, and we know what wonderful human beings they are. There is always something to learn from them. In particular, I played with Nabi Bhai at the Mumbai Indians, and he helped me a lot during batting sessions. He would often share insights about planning and strategy, especially when facing different bowlers. One of the most impressive qualities about the Afghanistan team is their hunger and determination. Whenever we play against them, you can see how eager they are to take wickets and compete at the highest level…”
— ANI (@ANI) September 16, 2026
મોહમ્મદ નબીએ ભારતને ક્રિકેટ રમવા માટે એક શાનદાર સ્થળ બતાવ્યું છે. તેમણે કહ્યું કે, તેમને હંમેશા ભારતમાં ક્રિકેટ રમવું સારું લાગે છે. નબીએ માન્યું કે, આઈપીએલમાં રમી તેની રમતમાં સુધારો આવ્યો છે.
#WATCH | Delhi | On playing in India, Afghan Cricketer Mohammad Nabi says, “…Since 2017, when we started playing in the IPL, I have gained valuable experience. Even before that, we played in the 2016 ICC World Twenty20 here…I have gained a great deal of experience from playing in the IPL and competing against strong teams. Those experiences have helped me improve as a player. I am always happy to play in India. It is a wonderful place to play cricket, and I always enjoy being here”
— ANI (@ANI) September 16, 2026
અફઘાનિસ્તાન વિરુદ્ધ 3 મેચની ટી20 સીરિઝમાં ભારત2-0થી આગળ છે. હવે ત્રીજી મેચ દિલ્લીમાં રમાશે. આશા છે કે, ભારત અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કરવાનો છે.