Breaking News : વિરાટ કોહલીએ ઇન્ફ્લુઅન્સરનો ફોટો લાઈક કરતા મચી ગઈ બબાલ

Virat Kohli and German influencer Lizzlazz : આઈપીએલ 2026 વચ્ચે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર પોતાની એક્ટિવિટીના કારણે ચર્ચામાં આવ્યો છે. હાલમાં તે ઈન્ફ્લુઅન્સર લિઝલાઝનો એક જુનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈફ કરી છે.

Breaking News : વિરાટ કોહલીએ ઇન્ફ્લુઅન્સરનો ફોટો લાઈક કરતા મચી ગઈ બબાલ
| Updated on: Apr 17, 2026 | 9:58 AM

Virat Kohli and German influencer Lizzlazz : ક્રિકેટના કિંગ વિરાટ કોહલી મેદાન પર તો કમાલ દેખાડી રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેની એક્ટિવિટી ચાહકોને વારંવાર પરેશાન કરી જે છે. ગત્ત વર્ષે અભિનેત્રી અવનીત કૌરની એક ગ્લૈમર્સ ફોટો લાઈક કરવાના કારણે ચર્ચામાં આવ્યો હતો. તે સમયે ફોટોના સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમજ ચાહકો વચ્ચે ખુબ ચર્ચા થઈ હતી. ત્યારે વિરાટ કોહલીએ આ મુદ્દે પર સફાઈ આપતા પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતુ કે, ફીડ સાફ કરતા સમયે એલગોરિદમે ભૂલથી કોઈ ઈન્ટરૈક્શન રજિસ્ટર કર્યું હતુ. હવે આવી ઘટના ફરી વખત જોવા મળી છે.

વિવાદમાં વિરાટ કોહલીનું ઈન્સ્ટાગ્રામ લાઈક

હાલમાં વિરાટ કોહલીએ જર્મન ઈન્ફ્લુઅન્સર લિઝલાઝની એક જૂની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી હતી. આ લાઈક જોતા જ ચાહકો મીમ્સ અને જોક્સ વાયરલ કરી રહ્યા છે. લિઝલાઝના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ lizlaz_tv છે. તે વિરાટ કોહલીની મોટી ચાહક છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલીને બતાવ્યું હતુ કે, વિરાટ કોહલી તેનો ફેવરિટ ક્રિકેટર છે અને ખુદ તેને ચાહક માને છે. કેટલીક રીલ્સમાં તો તેમણે આરસીબીની જર્સી પહેરી હતી. આ ઈન્ફ્લુઅન્સરે 30 જાન્યુઆરીના રોજ એક પોસ્ટ કરી હતી. જેના પર વિરાટ કોહલીએ લાઈક કર્યું હતુ. હેરાનીની વાત એ છે કે,વિરાટ કોહલી તેને ફોલો કરતો નથી. તેમ છતાં ઈન્ટરૈક્શન રજિસ્ટર થયું છે.

 

 

 

ચાહકોએ તરત જ ગત વર્ષની ઘટના સાથે જોડ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ અવનીત કૌરની પોસ્ટ અજાણતા લાઈક કરી હતી. આ ઘટ પર હવે સોશિયલ મીડિયા પર ચાહકો મજેદાર રિએક્શન પોસ્ટ કર્યું છે. એક ચાહકે લખ્યું હવે એલ્ગોરિધમનું એક વધુ પૈરાગ્રાફ લોડ થઈ રહ્યો છે. તો કેટલાકે મજાકમાં લખ્યું વિરાટ ભાઈ હવે છોકરીઓના ફોટો લાઈક કરી રહ્યા છે. અનુષ્કાને બતાવો.

જર્મન ઈન્ફ્લુઅન્સરે લિઝલાઝ કોણ છે?

લિઝલાઝ એક જર્મન સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર, ટ્રાવેલ વ્લોગર, ફૂડી અને સિંગર છે. તેને સાઉથ આફ્રિકા સાથે પણ ખાસ કનેક્શન છે. તે મુખ્યત્વે ટ્રાવેલ અને કલ્ચર વ્લોગ બનાવે છે. ભારતમાં તેની મજબૂત ચાહક ફોલોઇંગ છે, જે ભારતીય સંસ્કૃતિ, સ્ટ્રીટ ફૂડ, શહેરો (જેમ કે મુંબઈ, બેંગલુરુ, ગોવા, દિલ્હી, હરિયાણા) અને લોકો સાથે સંબંધિત અનુભવો દર્શાવે છે. આ જ કારણ છે કે તે ધીમે ધીમે ભારતમાં લોકોના દિલ જીતી રહી છે. ભારત ઉપરાંત, તે ક્ષિણ આફ્રિકા, કોરિયા, વિયેતનામ, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ અને માલદીવ સહિત અનેક દેશોમાં પ્રવાસ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 400,000 થી વધુ ફોલોઅર્સ છે.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us