
ટીમ ઈન્ડિયા લંડન થઈને આયરલેન્ડના બેલફાસ્ટ પહોંચશે, જ્યાં 26 જૂને પહેલી T20 મેચ રમાશે. જ્યાં 26 જૂનના રોજ પહેલી ટી20 મેચ રમાશે. આ પ્રવાસ પર રવાના થતાં પહેલા વૈભવ સૂર્યવંશીને સીનિયર ટીમ ઈન્ડિયાની જર્સી આપવામાં આવી હતી. જર્સી પર લખ્યું હતુ નંબર-3 ટીમ ઈન્ડિયાના હોટલના રુમમાં જઈ તેને જર્સી આપવામાં આવી હતી. વૈભવ સૂર્યવંશીએ તેને પ્રણામ કર્યા હતા. જર્સી મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી ખુબ ખુશ જોવા મળ્યો હતો,
બીસીસીઆઈએ વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાની જર્સી મળવાની આખી ઘટના કેમેરામાં રેકોર્ડ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હોટલના રુમમાં વૈભવના રુમ સુધી ટીમ ઈન્ડિયાની જર્સી પહોંચાડવાનું કામ રઘુએ કર્યું હતુ. રઘુ ભારતીય ટીમમાં થ્રો ડાઉન સ્પેશલિસ્ટ છે. વૈભવ સૂર્યવંશીએ સૌથી પહેલા રઘુના પગ સ્પર્શ કર્યા હતા. ત્યારબાદ તેને જર્સી મળી હતી. જર્સી મળતા જ વૈભવ સૂર્યવંશી જોતો રહી ગયો હતો.
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026
ટીમ ઈન્ડિયાની જર્સી મેળવ્યા બાદ વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે, આ દિવસે તેમણે બેટ પકડ્યું હતુ. તેમણે કહ્યું કે, મારી લાઈફનું એક મેન સ્ટેપ પૂર્ણ થયું છે. જર્સી મળવાની ખુશી જાહેર કરતા વૈભવ સૂર્યવંશીએ કહ્યું કે, તેની પાસે શબ્દ નથી. કાંઈ રજુ કરવા તેમણે કહ્યું કે, ક્યારેક ક્યારેક આવું થાય છે કે, જે વસ્તુઓ તમારી સાથે થાય છે. તેની સામે તમે કાંઈ રિએક્ટ કરી શકતા નથી.
ભારત અને આયરલેન્ડનો પ્રવાસ 26 જૂનના રોજથી શરુ થશે. આ પ્રવાસ પર 2 ટી20ની સીરિઝ રમાશે. આ સીરિઝની બંન્ને મેચ બેલફાસ્ટમાં રમાશે.વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા પ્રવાસ પર ભારત A ટીમને જીત અપાવી હતી. અંતિમ મેચમાં, તેણે 29 બોલમાં 94 રન બનાવીને ઘણા રેકોર્ડ તોડ્યા. હવે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે.