
એવું કહેવાય છે કે સિંહ ગમે તેટલો મોટો થઈ જાય, તે ક્યારેય શિકાર કરવાનું ભૂલતો નથી. આ કહેવત એબી ડી વિલિયર્સને સંપૂર્ણ રીતે બંધબેસે છે. એબી ડી વિલિયર્સને નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો છે પરંતુ આ ખેલાડીના બેટની તાકાત અને ચમક હજુ પણ અદ્ભુત છે. શારજાહમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં એબી ડી વિલિયર્સે ફક્ત 37 બોલમાં સદી ફટકારીને આ સાબિત કર્યું. એબી ડી વિલિયર્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સના બોલરોને કચડી નાખ્યા અને તેની તોફાની ઇનિંગના આધારે દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે ફક્ત 15.4 ઓવરમાં 210 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
એબી ડી વિલિયર્સે 37 બોલમાં પોતાની સદી પૂરી કરી, પણ પહેલા ત્રણ બોલમાં તે ખાતું પણ ખોલી શક્યો નહીં. તેણે પોતાના સાતમા બોલ પર પોતાનો પહેલો છગ્ગો ફટકાર્યો અને પછી બાઉન્ડ્રીનો મારો ચલાવ્યો. તેણે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરો બેન લાફલિન-કેન રિચાર્ડસન અને લેગ-સ્પિનર ફવાદ અહેમદની જોરદાર ધુલાઈ કરી હતી. ડી વિલિયર્સે 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 14 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ડી વિલિયર્સે બેન હેલ્ફેનહોસના બોલ પર છગ્ગો મારીને પોતાની સદી પૂરી કરી હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં એબી ડી વિલિયર્સનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. આ દિગ્ગજ બેટ્સમેને WCLમાં તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે. તે ફક્ત એક જ વાર નિષ્ફળ ગયો છે અને છ રન બનાવ્યા હતા. તેણે WCLમાં બે અડધી સદી પણ ફટકારી છે. આ સબીટ કરે છે કે ડી વિલિયર્સ 42 વર્ષનો હોવા છતાં હજુ પણ ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે.
Published On - 9:29 pm, Fri, 9 October 26