Breaking News : રાજકોટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, આ ખેલાડી T20I સીરિઝમાંથી પણ બહાર થયો

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી વનડે સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો એક સ્ટાર ખેલાડી વનડે બાદ હવે ટી20 સીરિઝમાંથી પણ બહાર થયો છે. આ ખેલાડીને પહેલી વનડે દરમિયાન ઈજાનો સામનો કરવો પડ્યો હતો.

Breaking News : રાજકોટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, આ ખેલાડી T20I સીરિઝમાંથી પણ બહાર થયો
| Updated on: Jan 15, 2026 | 9:48 AM

ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની વનડે સીરિઝ રમી રહી છે. આ સીરિઝ દરમિયાન 2 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર થઈ ચૂક્યો છે. પરંતુ આ વચ્ચે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે કારણ કે, આ સ્ટાર ખેલાડી વનડે બાદ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટી20 સીરિઝમાંથી પણ બહાર થયો છે. જે ટી20 વર્લ્ડકપ 2026 પહેલા ભારત માટે એક મોટો ઝટકો છે.

ટી20 સીરિઝમાંથી બહાર થયો આ સ્ટાર ખેલાડી

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે, સ્ટાર ઓલરાઉન્ડર વોશિગ્ટન સુંદર હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી વનડે સીરિઝની સાથે સાથે પાંચ મેચની ટી20 સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો છે. સુંદર વડોદરામાં રમાયેલી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે 5 ઓવરની બોલિંગ કરી શક્યો હતો. તેમજ બેટિંગ દરમિયાન પણ ઈજા સામે ઝઝુમી રહ્યો હતો. સોમવારે 12 જાન્યુઆરીના રોજ બીસીસીઆઈએ વનડેમાંથી બહાર થવાની પુષ્ટિ કરી હતી. હવે અપડેટ મળી રહ્યું છે કે, તેની ઈજા એટલી ગંભીર છે કે, આગામી ટી20 સીરિઝમાં ભાગ લેશે નહી. આ સીરિઝ 21 જાન્યુઆરીથી નાગપુરમાં શરુ થશે.

આ ઈજા ટી20 વર્લ્ડકપ 2006 માટે ટીમ ઈન્ડિયા માટે એક મોટો માથાનો દુખાવો છે. કારણ કે, સુંદર સ્કવોડમાં સામેલ છે અને તેનું ટીમમાં સ્થાન ખુબ મહત્વનું છે.તે ઓફ સ્પિનની સાથે સાથે બેટિંગ માટે પણ ફેમસ છે. આ વનડેમાં બોલિંગ દરમિયાન લાગી હતી. જેમાં સુદરે ન્યુઝીલેન્ડની ઈનિગ્સમાં માત્ર 27 રન આપી કોઈ વિકેટ લીધી ન હતી. ત્યારબાદ મેદાનની બહાર ગયો હતો. નીતિશ કુમાર સ્બ્સટીટ્યુટ ફીલ્ડર રહ્યો હતો. બોલિંગમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો.

ભારતના 3 સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયા પહેલાથી જ ઈજાઓ સામે ઝઝુમી રહી છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પણ સાઈડ સ્ટ્રેનના કારણે વનડે સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તિલક વર્મા પણ ઈજાગ્રસ્ત છે. તે પણ ટી20સીરિઝમાંથી બહાર છે. કારણ કે, તેની સર્જરી થઈ છે. હવે સુંદરની આ ઈજા ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે.

વોશિંગ્ટન સુંદરનું નામ, જર્સી નંબર અને પાલતું કુતરાના નામ સાથે છે અનોખું કનેક્શન, જાણો તેના પરિવાર વિશે અહી ક્લિક કરો