Breaking News : દેવામાં ડૂબ્યું વન8 કોમ્યુન, વિરાટ કોહલીએ રેસ્ટોરન્ટ સાથેના સંબંધો તોડી નાખ્યા

Virat Kohli Restaurant Controversy: બેંગ્લોરુના વન8 કમ્યુન રેસ્ટોરન્ટને 2 કરોડથી વધુ ભાડું ન ચૂકવવા બદલ કોર્ટના આદેશથી બંધ કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલીએ પોતાનું નામ અને આઉટલેટ સાથેનું જોડાણ પરત લઈ લીધું છે.

Breaking News : દેવામાં ડૂબ્યું વન8 કોમ્યુન, વિરાટ કોહલીએ રેસ્ટોરન્ટ સાથેના સંબંધો તોડી નાખ્યા
| Updated on: Apr 22, 2026 | 1:51 PM

Virat Kohli, One8 Commune : વિરાટ કોહલીના કારણે ચર્ચામાં રહેનાર બેંગ્લુરુંનું વન8 કમ્યૂન રેસ્ટોરન્ટ હવે બંધ થઈ ચૂક્યું છે. આ રેસ્ટોરન્ટ પર કોર્ટના આદેશ બાદ તાળા મારી દેવામાં આવ્યું છે. બેંગ્લુરુંની સિવિલ કોર્ટે  વન8 કમ્યૂન રેસ્ટોરન્ટ પર તાળા મારવાનો આદેશ આપ્યો હતો. જેની પાછળનું કારણ માલિકો પર 2 કરોડો રુપિયાનું દેવું હતુ. આ રેસ્ટોરન્ટનું સંચાલન ટ્રાયો હોસ્પિટાલિટી કરી રહી હતી. જેમણે અંદાજે 6 મહિનાથી વધારેનું ભાડું ચૂકવ્યું ન હતુ.

વિરાટ કોહલીએ સંબંધ તોડ્યો

વિરાટ કોહલીએ વન8 કોમ્યુન રેસ્ટોરન્ટ સાથેના પોતાના જોડાણનો સંપૂર્ણ અંત લાવી દીધો છે. તે એક સમયે આ રેસ્ટોરન્ટનો ચહેરો હતો. જો કે, હવે તેણે રેસ્ટોરન્ટમાં પોતાનો હિસ્સો જ નહીં પરંતુ તેના ભાગીદારીમાંથી પોતાનું બ્રાન્ડ નામ વન8 પણ દૂર કરી દીધું છે.

 

 

 

દેવું ન ચૂકવતા લાગ્યું તાળું

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વન8 કમ્યૂને છેલ્લા 6 મહિનાનું ભાડું આપ્યું ન હતુ. પરંતુ આ સિવાય તેમણે મેન્ટેનન્સ ચાર્જ અને રેવેન્યુ શેરની રકમ પણ ચૂકવવાની બાકી હતી. વારંવાર નોટિસ આપવા છતાં કોઈ પરિણામ ન મળતાં, બિલ્ડિંગ માલિક કોર્ટમાં ગયા, જેણે આખરે રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો.

પહેલા પણ વિવાદમાં રહ્યું વન8 કમ્યૂન

આ કોઈ પહેલી વખત નથી. જ્યારે વન8 કમ્યૂન વિવાદમાં આવ્યું છે. આ પહેલા પણ બેંગ્લુરું મહાનગર પાલિકા તરફથી આના પર ફાયર સેફ્ટી અને બીજા નિયમોના ઉલ્લંધનને લઈ નોટિસ મોકલવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીએ આવી જ સમસ્યાઓનો સામનો કરતા વન8 કોમ્યુનથી દુર થયો છે.

વન8 કોમ્યુન તેના દેવાની ચૂકવણી ન થાય ત્યાં સુધી બંધ રહેશે. દેવાની સમસ્યા વ્યવસાયિક નુકસાનને કારણે ઊભી થઈ હતી, જેમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો અને બ્રાન્ડ મૂલ્યમાં ઘટાડો મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us