
Virat Kohli Time Periods as No.1 Ranked ODI Batter : ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હાલમાં શાનદાર ફોર્મમાં છે આઈસીસી વનડે બેટિંગ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે. 14 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે તેમણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વડોદરામાં પહેલી વનડે દરમિયાન 93 રનની ધમાકેદાર ઈનિગ્સ રમી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ પહેલા તેમણે વર્ષ 2021 પછી ટોપ પર પહોંચી હતી. વિરાટે ઓક્ટોબરમાં 2013માં પહેલી વખત વનડે બેટિંગની રેન્કિંગમાં ટોપ પર કબ્જો કર્યો હતો. ત્યારબાદ તેમણે અનેક સફળતા મેળવી હતી.
વિરાટ કોહલી પોતાના વનડે કરિયર દરમિયાન અત્યારસુધી કુલ 1547 દિવસ નંબર-1 રન છે. વિરાટ સતત 1257 દિવસ પણ વનડે રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન રહી ચૂક્યો છે. આવું તેમણે 2017 થી વર્ષ 2021 વચ્ચે કર્યું હતુ. ભારતીય બેટ્સમેનમાં સૌથી વધારે સમય સુધી નંબર-1 વનડે બેટ્સમેન રહવાનો રેકોર્ડ પણ તેની નામે છે. જે તેમણે દુનિયાના ઈતિહાસમાં ત્રીજું સ્થાન છે. આ લિસ્ટમાં વેસ્ટઈન્ડિઝના મહાન બેટ્સમેન વિવિયન રિચર્ડસ પહેલા નંબર પર છે. જેમણે પોતાના કરિયરમાં કુલ 2,306 દિવસ સુધી ટોપ પર હતો.
ICC એ રેન્કિંગ જાહેર કરતી વખતે એક મોટી ભૂલ કરી. પોસ્ટમાં તેમણે વિરાટના કુલ નંબર-વન દિવસો 825 દર્શાવ્યા હતા, જ્યારે રિયલ આંકડો 1547 દિવસ છે. તેમણે લિસ્ટમાં વિરાટના કુલ દિવસોની સંખ્યા 722 ઘટાડી દીધા. આ ભૂલથી સોશિયલ મીડિયા પર ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓમાં હોબાળો મચી ગયો. ઘણા લોકોએ ICC ને ટેગ કરીને પ્રશ્ન કર્યો કે આટલા મહત્વપૂર્ણ રેકોર્ડ સાથે આવી ભૂલ કેવી રીતે થઈ શકે. ભૂલનો અહેસાસ થતાં, ICC એ ઝડપથી પોતાની ભૂલ સ્વીકારી અને ખોટી પોસ્ટ દૂર કરી.
ભૂલ સ્વીકારતા આઈસીસીએ લખ્યું ભારતના પૂર્વ કેપ્ટન પહેલી વખત ઓક્ટોબર 2013માં વનડે બેટ્સમેનની રેન્કિંગના ટોપ પર પહોંચ્યો હતો. તેમજ તેમણે નંબર 1 પર કુલ 1547 દિવસ પસાર કર્યા હતા. જે કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધારે છે. તે ઓલ-ટાઇમ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે, જેમાં વેસ્ટ ઇન્ડીઝના મહાન વિવિયન રિચાર્ડ્સ ટોચ પર છે, જેમણે 2,306 દિવસ સુધી ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.