Breaking News : વૈભવ સૂર્યવંશી મેદાન પર રમવા ક્યારે ઉતરશે, સવારે કેટલા વાગ્યે મેચ શરૂ થશે ? જાણો

વૈભવ સૂર્યવંશી હવે દુલીપ ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. તેમણે આ વખતે ઈર્સ્ટ ઝોનની ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેચ 23 ઓગસ્ટથી શરુ થશે. જે ટેસ્ટ ફોર્મેટ પર રમાશે.

Breaking News : વૈભવ સૂર્યવંશી મેદાન પર રમવા ક્યારે ઉતરશે, સવારે કેટલા વાગ્યે મેચ શરૂ થશે ? જાણો
| Updated on: Aug 21, 2026 | 8:03 AM

વૈભવ સૂર્યવંશી ફરી એક વખત મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ વખત કડક પરીક્ષા લેવામાં આવશે. જે ફોર્મેટમાં તે ઉતરશે. તેમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી ઠીક રહ્યું છે. મેચમાં હવે વધારે સમય નથી. આ માટે જાણી લો કે, મેચ ક્યારે અને કેટલા વાગ્યેથી શરુ થશે.

23 ઓગસ્ટથી શરુ થશે દુલીપ ટ્રોફીની મેચ

દુલીપ ટ્રોફી શરૂ થવા જઈ રહી છે. તેનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે, અને ફાઈનલ મેચની તારીખ અને સ્થાન પણ નક્કી થઈ ગયું છે. આ વખતે દુલીપ ટ્રોફીની પહેલી મેચ 23 ઓગસ્ટના રોજ એટલે કે, રવિવારના રોજ રમાશે. પહેલા દિવસે ઈસ્ટ ઝોનની મેચ નોર્થ ઈર્સ્ટ ઝોન સામે રમાશે. આ દિવસે બીજી મેચમાં નોર્થ ઝોન અને વેસ્ટ ઝોન આમને-સામને ટકરાશે. બંને મેચ સવારે સાડા નવ કલાકે શરુ થશે.

મેચ પર બધાની નજર રહેશે

પહેલા દિવસે 2 મેચ રમાશે. પરંતુ બધાની નજર ઈર્સ્ટ ઝોન અને નોર્થ ઝોન પર રહેશે. આ વખતે ઈર્સ્ટ ઝોનનો કેપ્ટન ઈશાન કિશનને બનાવવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશી આ ટીમનો વાઈસ કેપ્ટન છે. વૈભવ સૂર્યવંશી જે રીતે પ્રદર્શન કર્યું છે. ત્યારબાદ છવાય ગયો છે. આ મેચ બેંગ્લોરમાં રમાશે. આ વખતે દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચ 6 સપ્ટેમ્બરના રોજ રમાશે. બીસીસીઆઈએ જણાવ્યું કે, આ વખતે ફાઈનલ મેચ ચેન્નાઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

ટેસ્ટ ફોર્મેટમાં રમશે સૂર્યવંશી

હવે જોવાનું રહેશે કે, વૈભવ સૂર્યવંશી અહી ઈનિગ્સ શરુ કરવા માટે ઉતરશે કે, પછી નીચેના ક્રમમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટ ટેસ્ટ ફોર્મેટમાં રમાય છે. ટુંકમાં વૈભવ સૂર્યવંશીની પરિક્ષા લેવાશે. વૈભવ સૂર્યવંશીએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યુ તો કર્યું છે પરંતુ જો તેમણે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવી છે. તો તેમણે ધૈર્ય અને ધ્યાનથી બેટિંગ કરવી પડશે.ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, વૈભવે અત્યાર સુધી આઠ મેચોમાં ફક્ત 207 રન બનાવ્યા છે. તેના નામે બે અડધી સદી છે. અહીં તેની સરેરાશ ફક્ત 17.25 છે.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.