Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ મચાવી તબાહી, એક જ ઇનિંગમાં તોડી નાખ્યા ODIના અનેક વર્લ્ડ રેકોર્ડ

UAE સામે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની મેચમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એવી તોફાની બેટિંગ કરી કે ક્રિકેટના અનેક રેકોર્ડ ધરાશાયી થઈ ગયા. તેણે માત્ર 53 બોલમાં 204 રન ફટકાર્યા, જેમાં 28 છગ્ગા સામેલ હતા. વૈભવે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી, 150 રન અને બેવડી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેની આ ઇનિંગે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું.

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ મચાવી તબાહી, એક જ ઇનિંગમાં તોડી નાખ્યા ODIના અનેક વર્લ્ડ રેકોર્ડ
Vaibhav Suryavanshi
Image Credit source: X
| Updated on: Nov 24, 2026 | 6:41 PM

વૈભવ સૂર્યવંશીનું બેટ જે દિવસે ચાલે છે, તે દિવસે બોલરોને ખેર નહીં, એ તો સૌ જાણતા હતા. પરંતુ તેની બેટિંગનું સ્તર આટલું ઊંચું હશે, તેની કલ્પના કદાચ જ કોઈએ કરી હશે. વૈભવે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં આનો જવાબ આપી દીધો. UAE સામેની મેચમાં તેણે માત્ર રન જ બનાવ્યા નહોતા, પરંતુ ઇતિહાસ બદલી નાખ્યો, અનેક રેકોર્ડ તોડી નાખ્યા અને એવા નવા કીર્તિમાન સ્થાપિત કર્યા, જેને કદાચ વૈભવ સિવાય બીજો કોઈ બેટ્સમેન જ તોડી શકે. UAE સામે 250 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે વૈભવે એકલા હાથે માત્ર 53 બોલમાં 204 રન ફટકાર્યા.

 

વૈભવ સૂર્યવંશીએ તોડયા રેકોર્ડ

  • કતારના દોહામાં રમાયેલી આ મેચમાં વૈભવે લિસ્ટ A ક્રિકેટમાં સદી, 150, બેવડી સદી અને છગ્ગાના અગાઉના બધા રેકોર્ડ તોડી નાખ્યા.
  • વૈભવે લિસ્ટ A (50 ઓવર) માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો. તેણે 28 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરીને ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્ક (29 બોલ) ના રેકોર્ડને તોડ્યો.
  • ત્યારબાદ વૈભવે આ ફોર્મેટમાં સૌથી ઝડપી 150 રન બનાવ્યા. તેણે 40 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી અને 59 બોલનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
  • ત્યારબાદ વૈભવે ફક્ત 52 બોલમાં તેની પહેલી બેવડી સદી પૂરી કરી. તેણે ન્યુઝીલેન્ડના ચાડ બોવ્સ (103 બોલ) નો રેકોર્ડ તોડ્યો.
  • વૈભવે લિસ્ટ A ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. 204 રનની ઇનિંગમાં તેણે 28 છગ્ગા ફટકાર્યા, જેનાથી ડાર્સી શોર્ટ (23) ના અગાઉના રેકોર્ડ તોડ્યો.
  • એટલું જ નહીં, વૈભવે એકલા હાથે એક વનડે ઇનિંગમાં કોઈ ટીમ દ્વારા ફટકારવામાં આવેલા સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ તોડ્યો.
  • ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામે 26 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે વૈભવે એકલાએ 28 છગ્ગા ફટકાર્યા હતા. ભારત A એ 31 છગ્ગા સાથે એક નવો ટીમ રેકોર્ડ બનાવ્યો.
  • ઇન્ડિયા A ટીમે ફક્ત 14.2 ઓવરમાં મેચ જીતી લીધી અને લિસ્ટ A ક્રિકેટમાં 200 રનનો સૌથી ઝડપી રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો. અગાઉ, આ રેકોર્ડ 20 ઓવરનો હતો.

28 છગ્ગા, 204 રન… વૈભવ સૂર્યવંશીનો ડબલ ધમાકો, માત્ર 51 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ

Published On - 6:40 pm, Tue, 24 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.