
અલ અમીરાતના મેદાન પર છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કરીને આર્યવીર સેહવાગે કમાલ પ્રદર્શન કર્યું હતું. આર્યવીરે નેપાળના બોલરો સામે જોરદાર ફટકાબાજી કરી ધમાકેદાર અડધી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને અંડર-19 એશિયા કપમાં 10 વિકેટથી વિજય અપાવ્યો હતો. સેહવાગે 52 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 11 બાઉન્ડ્રી ફટકારી. તેણે સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.
આર્યવીર સેહવાગે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સાથે મળીને નેપાળી બોલરોને બરાબર ધુલાઈ કરી હતી. બંનેએ મળીને 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી વિજય અપાવ્યો હતો. લક્ષ્યે અણનમ 53 રન બનાવ્યા, જ્યારે આર્યવીર સેહવાગે અણનમ 70 રન ફટકાર્યા હતા. તેમની 129 રનની ભાગીદારીથી ટીમ ઈન્ડિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી.
આર્યવીર સેહવાગે શાનદાર બેટિંગ કરી, પરંતુ ઈશાન સૂદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જમણા હાથના ઝડપી બોલરે 10 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી, જેનાથી નેપાળના ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા અને ભારતની જીતનો પાયો નખાયો હતો. સ્પિનર અર્જુન રાજપૂતે પણ 8 રન આપીને 3 વિકેટ લીધી હતી. કાવ્યા પટેલ અને મનલ ચૌહાણે 1-1 વિકેટ, જ્યારે યશવીર ગૌડે 2 વિકેટ લીધી હતી.
ભારતે નેપાળનાને સરળતાથી હરાવી દીધું, પરંતુ ખરી લડાઈ પાકિસ્તાન સામે હશે. આ મેચ 8 નવેમ્બરે રમાશે. પાકિસ્તાનની અંડર-19 ટીમે આ ટુર્નામેન્ટ સતત બે વાર જીતી છે અને તે ભારત માટે પડકાર ઉભો કરશે. આર્યવીર સેહવાગ અને લક્ષ્ય રાયચંદાનીએ ત્યાં પણ પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે. ઇશાન પાસે બોલિંગમાં પણ મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.