Breaking News : શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાએ જીત્યો સૌથી મોટો એવોર્ડ, ટ્રોફી સાથે મળ્યા આટલા પૈસા

BCCIનો વાર્ષિક એવોર્ડમાં ભારતીય ક્રિકેટના સ્ટાર તેમજ દિગ્ગજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા છે. સ્મૃતિ મંધાના અને ગિલ સિવાય ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં શાનદર પ્રદર્શન કરનારને પણ એવોર્ડ મળ્યો છે. જ્યારે રાહુલ દ્રવિડ રોજર બન્ની અને મિતાલી રાજને પણ શાનદાર કરિયર માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

Breaking News : શુભમન ગિલ અને સ્મૃતિ મંધાનાએ જીત્યો સૌથી મોટો એવોર્ડ, ટ્રોફી સાથે મળ્યા આટલા પૈસા
| Updated on: Mar 16, 2026 | 11:43 AM

ભારતીય ક્રિકેટ ટીમના 2 સુપરસ્ટાર ખેલાડીઓને તેના શાનદાર પ્રદર્શન માટે બીસીસીઆઈએ સન્માનિત કર્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીસીસીઆઈ વાર્ષિક એવોર્ડનું  આયોજન કર્યું હતુ. જેમાં ગત સીઝનમાં સૌથી સફળ ખેલાડીઓને સન્માનત કરવામાં આવ્યા હતા. ભારતીય પુરુષ ટીમના વનડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને 2024-25 સીઝન માટે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ભારતીય મહિલા ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને પણ આ સીઝન માટે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

વર્લ્ડ ચેમ્પિયન ટીમનું સન્માન

રવિવાર 15 માર્ચના રોજ નવી દિલ્હીની એક હોટલમાં આ એવોર્ડ ઈવેન્ટમાં ભારતીય ક્રિકેટના અનેક સ્ટાર ખેલાડીઓ હાજર રહ્યા હતા. અંડર-19 વર્લ્ડકપ જીતનારી મહિલા ટીમ અને પુરુષ ટીમ સિવાય હાલમાં ટી20 વર્લ્ડકપ જીતનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ ભારતીય ટીમ પણ હાજર રહી હતી.

પહેલી વખત વર્લ્ડ કપ જીતનારી કેપ્ટન હરમનપ્રીત કૌરની મહિલા ટીમ પણ આ ઈવેન્ટનો ભાગ બની હતી. ગત્ત વર્ષે ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીતનારી ટીમનો ભાગ હતો. બીસીસીઆઈ દ્વારા આ તમામ વિજેતાઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

મંધાના-ગિલ બેસ્ટ ખેલાડી

આ ઈવેન્ટમાં સૌથી ખાસ એવોર્ડમાં સ્મૃતિ મંધાના અને શુભમન ગિલને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંધાનાએ ગત્ત સીઝનમાં 1800 રન બનાવવા માટે આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તો શુભમન ગિલને આ સીઝનમાં 1565 રન બનાવવા માટે પોલી ઉમરીગર ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બંન્નેને તેના એવોર્ડ માટે ખાસ ટ્રોફી પણ આપવામાં આવી હતી. પરંતુ માત્ર ટ્રોફી જ નહી પરંતુ સ્મૃતિ મંધાના અને ગિલને આ માટે મોટી પ્રાઈઝ પણ મળી છે. બીસીસીઆઈ દ્વારા બંન્ને સ્ટારને 15-15 લાખ રુપિયા પણ મળ્યા છે.

આ ખેલાડીને પણ એવોર્ડ મળ્યા

બીસીસીઆઈ દ્વારા રાહુલ દ્રવિડ,રોજર બન્ની અને મિતાલી રાજને તેના શાનદાર કરિયર અને ભારતીય ક્રિકેટમાં યોગદાન માટે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ત્રણેયને એક ખાસ ટ્રોફી મળી છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના યુવા ક્રિકેટર હર્ષિત રાણાને ગત્ત સીઝનમાં પુરુષ ક્રિકેટમાં બેસ્ટ ડેબ્યુટેટનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે શ્રી ચરણી મહિલા ક્રિકેટમાં બેસ્ટ ડેબ્યુટેન્ટનો એવોર્ડ મળ્યો. આ સિવાય હર્ષ દુબેને રણજી ટ્રોફીમાં આયુષ મ્હાત્રેને વિજય હજારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેસ્ટ ઓલરાઉન્ડર માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us