Breaking News : જસપ્રીત બુમરાહની ઐતિહાસિક સિદ્ધિ, ICC ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ક્રિકેટર ઓફ ધ યરના નામની જાહેરાત કરી છે. આ એવોર્ડની રેસમાં ચાર ખેલાડીઓ સામેલ હતા. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બાકીના ત્રણ ખેલાડીઓને હરાવીને આ એવોર્ડ જીત્યો છે.

Breaking News : જસપ્રીત બુમરાહની ઐતિહાસિક સિદ્ધિ, ICC ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી
| Updated on: Jan 28, 2025 | 6:40 PM

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વાર્ષિક પુરસ્કારોના તમામ વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ICC ક્રિકેટર ઓફ ધ યર માટે ક્રિકેટ ચાહકો સૌથી વધુ રાહ જોઈ રહ્યા હતા. ICCએ હવે આ એવોર્ડના વિજેતાનો પણ ખુલાસો કર્યો છે. ICC ક્રિકેટર ઓફ ધ યર માટે ચાર ખેલાડીઓની રેસ પણ હતી જેમાં ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની સાથે ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ, હેરી બ્રુક અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડનો સમાવેશ થતો હતો. જો કે આઅ ત્રણેય ખેલાડીઓને પછાડી બુમરાહે ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો.

જસપ્રીત બુમરાહનું કરિશ્માઈ પ્રદર્શન

જસપ્રીત બુમરાહ માટે 2024નું વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું. ગયા વર્ષે તેણે એક પણ વનડે રમ્યો ન હતો, પરંતુ તે ટેસ્ટ અને T20માં સૌથી સફળ બોલર હતો. તેણે ટીમ ઈન્ડિયાને 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેણે 8 મેચમાં માત્ર 4.17ની ઈકોનોમીમાં રન બનાવ્યા અને 15 વિકેટો લીધી. તે સૌથી વધુ આર્થિક બોલર હતો અને સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા સ્થાને છે.

 

2024માં બુમરાહે 13 ટેસ્ટમાં 71 વિકેટ ઝડપી

બીજી તરફ, જસપ્રીત બુમરાહ ગયા વર્ષે ટેસ્ટમાં સૌથી સફળ બોલર હતો. જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં કુલ 13 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 14.92ની એવરેજથી 71 વિકેટ ઝડપી હતી. તે ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. તેણે ગત વર્ષે ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, તેણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

 

બુમરાહે આ ICC એવોર્ડ પણ જીત્યો

જસપ્રીત બુમરાહને વર્ષ 2024માં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ICC ક્રિકેટર ઓફ ધ યર તેમજ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય ફાસ્ટ બોલરે આ ICC એવોર્ડ જીત્યા હોય. આ સિવાય બુમરાહ એક વર્ષમાં 2 ICC એવોર્ડ જીતનાર વિશ્વનો માત્ર ત્રીજો બોલર બની ગયો છે.

આ પણ વાંચો: IND vs ENG : રાજકોટમાં સૂર્યકુમાર યાદવ કરશે ટીમમાં ફેરફાર ! જાણો બીજી T20માં કેવી હશે ભારતની પ્લેઈંગ 11 ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:34 pm, Tue, 28 January 25