
જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમબરથી એશિયન ગેમ્સની શરુઆત થશે. જેમાં ક્રિકેટ પણ સામેલ છે. ભારતની મહિલા અને પુરુષ બંને ક્રિકેટ ટીમ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે. જેને લઈ બીસીસીઆઈ તરફથી પહેલા જ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. એશિયન ગેમ્સમાં ખેલાડીઓના રોકાવાની વ્યવસ્થાને લઈ ચાલી રહેલી વાતને લઈ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ પોતાના નિવેદનમાં આ વાત સ્પષ્ટ કરી દીધી છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડી આયોજન સમિતિ દ્વારા નક્કી કરેલા આવાસમાં રોકાશે.બીસીસીઆઈ ઉપાધ્યક્ષે કહ્યું કે, આઈચી-નાગોયામાં સારી હોટલની ઉણપના કારણે ક્રિકેટરોને રોકાવાના લઈ સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે રહેવાને લઈ કોઈ મોટી સમસ્યા નથી.જેનાથી બીસીસીઆઈ અને ખેલાડી રહેવાની વ્યવસ્થાથી સંતુષ્ટ છે.
બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ એશિયન ગેમ્સ 2026માં ભારતીય દળના સમારોહ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના રોકાવવાને લઈ વ્યવસ્થાને લઈ ન્યુઝ એજન્સી પીટીઆઈ આપેલા નિવેદનમાં કહ્યું કે, આયોજકો જે સુવિધા આપી રહ્યા છે. અમે ત્યાં રોકાશું. અમે સતત એ જોઈ રહ્યા છીએ કે, ખેલાડીઓને કેવા પ્રકારના રહેવાની વ્યવસ્થા આપવામાં આવે. જેનાથી કોઈ પરેશાની ના થાય. તે ચોક્કસપણે ફાઇવ-સ્ટાર નથી, પરંતુ તે સારી અને આરામદાયક રહેઠાણ છે. અમે નક્કી કરાયેલા રહેઠાણના ફોટા અને વિડિયોની વિનંતી કરી છે. ખેલાડીઓ ત્યાં જ રહેશે, કારણ કે બીજો વિકલ્પ ઓસાકા અથવા ટોક્યોમાં રહેવાનો હતો, જે સ્થળથી ઘણા દૂર છે.
VIDEO | On upcoming Asian Games, BCCI Vice President Rajeev Shukla (@ShuklaRajiv) says, “I think team India will definitely do well. First, there’s a match on 22nd of September. And there also, I mean it will be first match. And it’s being organized very well. As far as Asian… pic.twitter.com/PRsfwA4cWh
— Press Trust of India (@PTI_News) September 8, 2026
એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ ટીમ 20 સપ્ટેમ્બર ટોક્યો માટે રવાના થશે. અહી 22 સપ્ટેમ્બરના રોજ જાપાનની ટીમ સાથે ઐતિહાસિક ટી20 ઈન્ટરનેશનલ મેચ રમશે. બીસીસીઆઈ ઉપાધ્યક્ષે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, ભારતીય ટીમના ખેલાડીઓ રૂમ શેર કરશે નહીં પરંતુ અલગ રૂમમાં રહેશે. નોંધનીય છે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ 28 સપ્ટેમ્બરના રોજ એશિયન ગેમ્સની પોતાની પહેલી મેચ રમશે, જે ક્વાર્ટર ફાઇનલ હશે.
જોકે, ક્રિકેટરોને વિદેશી પ્રવાસો પર સામાન્ય ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓનો આનંદ માણી શકાશે નહીં, એમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મંગળવારે જણાવ્યું હતું.