
ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત આજે રવિવાર, 21 જૂને કરવામાં આવી છે. હાલમાં સંપૂર્ણપણે ફિટ ન હોય તેવા વિરાટ કોહલીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કોહલીની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સને આધીન છે. આનો અર્થ એ થયો કે જો તે ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો જ તે સીરિઝમાં ભાગ લઈ શકશે.
ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને ત્યાં 3 મેચની ODI સીરિઝ રમશે. આ પ્રવાસમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ સીરિઝમાં અનુભવી ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યું છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઇનિંગની શરૂઆત કરે તેવી શક્યતા છે.
આ દરમિયાન, IPL 2026 ની ફાઇનલમાં RCB ને જીત અપાવ્યા બાદ વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગ ઈજા થઈ હતી. આ કારણે, તે અફઘાનિસ્તાન સામેની સીરિઝ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા ઈજાને કારણે આ શ્રેણીમાંથી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને વિરામ પછી ટીમમાં પાછા લાવામાં આવ્યા છે.
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (ફિટનેસ ક્લિયરન્સને આધીન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિધ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.
News
India’s ODI squad for the England tour announced.
: Varun Chakaravarthy has been ruled out of the Ireland T20I Series as he continues his rehab at the BCCI COE.
More Details ▶️ https://t.co/wOdXTQqJto #TeamIndia | #ENGvIND pic.twitter.com/t0GypgM4kp
— BCCI (@BCCI) June 21, 2026
યશસ્વી જયસ્વાલનો ઇંગ્લેન્ડ જતી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નતી. ચેન્નાઈમાં ત્રીજી અને અંતિમ ODIમાં જયસ્વાલે 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જયસ્વાલની જગ્યાએ વિરાટ કોહલી ટીમના ટોપ ઓર્ડરમાં પાછો આવ્યો છે.
Published On - 1:53 pm, Sun, 21 June 26