Suryakumar Yadav, Dubai Home : સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર કેમ ખરીદ્યું? આ છે મોટું કારણ
Suryakumar Yadav new house in Dubai : સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર ખરીદ્યું છે. ઘર આલીશાન છે તેમજ સુંદર છે. પરંતુ એક સવાલ થઈ રહ્યો છે કે, સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર ખરીદવાનો નિર્ણય કેમ લીધો છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

સૂર્યકુમાર યાદવ હાલમાં ટીમ ઈન્ડિયમાંથી દુર છે ફોર્મમાંથી દુર છે. થોડા દિવસ પહેલા તે એક ટી20 ટૂર્નામેન્ટમાં રમવાને લઈ ચર્ચામાં રહ્યો હતો. હવે દુબઈમાં પોતાના રોકાણને લઈ ચર્ચામાં છે. તેમણે દુબઈમાં ઘર ખરીદ્યું છે પરંતુ કેમ? દુબઈમાં ઘર લેવાની પુષ્ટિ સૂર્યકુમાર યાદવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા આપી હતી. આ સાથે તેમણે એમને પણ ટેગ કર્યા હતા. જેની પાસેથી ઘર ખરીદ્યું હતુ. દુબઈમાં પોતાનું પહેલું અને નવું ઘર સૂર્યકુમાર યાદવે ડેન્યુબ પ્રોપર્ટી પાસેથી ખરીદ્યું છે.
શાહરુખ ખાનની બિલ્ડિંગ પાસે ઘર ખરીદ્યું
સૂર્યકુમાર યાદવે દુબઈમાં પોતાનો ઘર ખરીદ્યું છે. જે જગ્યાએ ઘર ખરીદ્યું છે. તે જગ્યાએ બોલિવુડના કિંગ શાહરુખ ખાનની બિલ્ડિંગ બની રહી છે. શાહરુખ ખાનની બિલ્ડિંગ બનાવવાનું કામ ડૈન્યુબ પ્રોપર્ટી લીધી છે. હવે એક સવાલ થાય છે કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ટી20 કેપ્ટને દુબઈમાં ઘર કેમ ખરીદ્યું. તેની પાછળ મોટું કારણ પણ છે.
View this post on Instagram
દુબઈમાં ઘર ખરીદવાનું કારણ
સૂર્યકુમાર યાદવે કહ્યું કે, તે 2014માં પહેલી વખત દુબઈ આઈપીએલ રમવા માટે આવ્યો હતો. ત્યારબાદ 2020માં બીજી વખત આવ્યો અને હવે આખું ઈન્ડિયા દુબઈ આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવે દુબઈમાં રોકાણ કરવા પાછળના નિર્ણય વિશે કહ્યું કે, અહી આખી લાઈફ અલગ છે. તેમજ લક્ઝરી છે. તેમણે સુરક્ષા વિશે પણ કહ્યું છે. સૂર્યકુમાર યાદવે કહ્યું જેઓ જેટલી વખત દુબઈ આવે છે. તે દરમિયાન ખુશી મળે છે.
આલીશાન ઘર અને અનેક લક્ઝરી વાહનો
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 2022 માં 31 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 187 ના સ્ટ્રાઇક રેટથી 1164 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે 68 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે તે વર્ષે બે સદી અને નવ અડધી સદી ફટકારી હતી.સૂર્યકુમાર યાદવ એવા ભારતીય ક્રિકેટરોમાંના એક છે જેમની કુલ સંપત્તિ સતત વધી રહી છે. તેમને ભારતના સૌથી પૈસાદાર ક્રિકેટરોમાંના એક ગણવામાં આવે છે. તેમની પાસે મુંબઈમાં એક આલીશાન ઘર અને અનેક લક્ઝરી વાહનો છે.
