
મહિલા ટી20 વર્લ્ડકપ 2026માં નેધરલેન્ડ વિરુદ્ધ ઐતિહાસિક સ્કોર બનાવવાની ખુશી વચ્ચે ભારતીય મહિલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર યુવા સ્પિનર શ્રેયંકા પાટિલને મેચ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. તેની ઈજા એટલી ગંભીર હતી કે, તેને મેદાનની બહાર સ્ટ્રેચર પર લઈ જવામાં આવી હતી. જેનાથી ટીમ ઈન્ડિયાની સાથે-સાથે ચાહકો પણ ટેન્શનમાં આવ્યા છે. શ્રેયંકા પાટિલ ભારતની સૌથી ખાસ બોલરમાંથી એક છે.
નેધરલેન્ડ્સની ઇનિંગ દરમિયાન છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર આ દુ:ખદ ઘટના બની. શ્રેયંકા પાટિલ બોલિંગ કરી રહી હતી અને ડચ બેટ્સમેન મોલ્કેનબોઅર સ્ટ્રાઇક પર હતા. શ્રેયંકાએ સ્ટમ્પ્સની લાઇન પર શાનદાર લેન્થ ડિલિવરી કરી. શ્રેયંકાએ ઝડપથી બોલ લેવા માટે આગળ ધસી, જે મિડ-ઓન તરફ જઈ રહ્યો હતો. તેનો પગ જમીન પર મચોડાઈ ગયો હતો,અચાનક સંતુલન ગુમાવવાથી તેના પગના ઘૂંટણાં ઈજા થઈ હતી. જેના કારણે તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવી હતી.
શ્રેયંકા પાટિલને ખૂબ દુખાવો થતો હતો અને તે ઉભી રહી શકતી ન હતી. શ્રેયંકાની હાલતને ધ્યાનમાં રાખીને, તેણીને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શ્રેયંકાની હાલત વિશે પણ પોસ્ટ કરી હતી, તેના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.
Shreyanka Patil picked up an injury while attempting to field the ball and was stretchered off the field.
We wish her a speedy recovery as we wait for further updates. pic.twitter.com/k7upvdRDJh
— BCCI Women (@BCCIWomen) June 17, 2026
ભારતીય મહિલા ટીમનું નેધરલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. મહિલા ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં પોતાનો સર્વાધિક સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયા પહેલી વખત મહિલા ટી20 વર્લ્ડકપની કોઈ મેચમાં 200 રનનો સ્કોરનો આંકડો પાર કરી શકી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. પહેલી વિકેટ માટે 115 રનની મોટી પાર્ટનરશીપ જોવા મળી હતી.