Breaking News : શુભમન ગિલે IPL ફાઇનલના બે દિવસ પછી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું

આઈપીએલ 2026ની ફાઈનલમાં હાર બાદ શુભમન ગિલનું દર્દ છલકાયું છે. તો ચાલો જાણીએ ગુજરાત ટાઈટન્સની હાર પર કેપ્ટને શું કહ્યું આખી સીઝનમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું.

Breaking News : શુભમન ગિલે IPL ફાઇનલના બે દિવસ પછી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું
| Updated on: Jun 03, 2026 | 9:26 AM

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનું આઈપીએલ 2026ની ફાઈનલના 2 દિવસ પછી દર્દ છલકાયું છે. તેમણે હારથી મળેલા શિખામણનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી. શુભમન ગિલની ટીમે 155 રન કર્યા હતા. તેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ 18 ઓવરમાં 161 રન બનાવી જીત મેળવી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. આરસીબીની આ સતત બીજી આઈપીએલ ટ્રોફી છે. ગિલે 19મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ પરંતુ ફાઈનલમાં માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો.

હારે મને આ શીખવ્યું

શુભમન ગિલે મંગળવારના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, અમે જીતની ખુબ નજીક આવ્યા હતા, પરંતુ જીતની લાઈન ક્રોસ કરી શક્યા નહી. આ દુખથી ખુબ નિરાશ થયો પરંતુ રમતને જેમ આપણે બધા પ્રેમ કરીએ છીએ. આપણે જિંદગી વિશે પણ બહુ બધુ શીખી જઈએ છીએ. આને મને એક વાત શીખવાડી છે કે,જ્યાં સુધી આપણે વાપસી કરીએ છીએ હાર ન માનીએ તો હારવામાં કોઈ હાર નથી. તેમણે સાથે સીઝનમાં ઉતાર-ચઢાવ વાળા સમયમાં ટીમ સાથે ઉભા રહેનારા ચાહકોનો પણ આભાર માન્યો છે. ગિલે કહ્યું હું તમારા બધાનો આભાર માનવા માંગું છુ. જે સારા-ખરાબ સમયમાં અમારી સાથે ઉભા રહ્યા. તમારી એનર્જીએ અમને અહી સુધી પહોંચાડ્યા.

 

 

 

શુભમન ગિલે આઈપીએલમાં કેપ્ટનશીપની સાથે સાથે બેટથી પણ શાનદાર રમત દેખાડી હતી. કેપ્ટન ગિલે 16 મેચમાં 732 રન બનાવ્યા હતા. તેમણે એક સદી પણ ફટકારી હતી અને 6 અડધી સદી ફટકારી છે. ગિલે ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સની સામે શાનદાર 104 રનની ઈનિગ્સ રમી હતી. જેનાથી ટીમ ફાઈનલમાં પહોંચી હતી. ગિલ ઓરેન્જ કેપની લિસ્ટમાં બીજા નંબર પર રહ્યો હતો.

6 જૂનથી એક્શનમાં જોવા મળશે ગિલ

26 વર્ષીય ગિલ હવે ભારતીય ટીમનો કમાન સંભાળતો જોવા મળશે. તો ભારતની ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન છે. ભારતને 6 જૂનથી અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને વનડે સીરિઝમાં રમવાનું ગુજરાત ટાઈટન્સના 7 ખેલાડીઓ શુભમન ગિલ, સાંઈ સુદર્શન, ગુરનુર બ્રાર, પ્રસિદ્ધ કૃષ્ણા,મોહમ્મદ સિરાજ,માનવ સુથાર અને વોશિગ્ટન સુંદર ટેસ્ટ સ્કવોડમાં રમતા જોવા મળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની ફાઈનલ, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us