Breaking News: શ્રેયસ અય્યરે પોસ્ટ કરી તેના બીજા જન્મદિવસની તારીખ, જાણો શું છે આ તારીખ પાછળની કહાની

આયર્લેન્ડ સામેની T20 શ્રેણી પહેલા ભારતીય ટીમનો નવો કેપ્ટન શ્રેયસ અય્યર એક અનોખા કારણસર ચર્ચામાં આવ્યો છે. અય્યરે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં ‘બીજો જન્મદિવસ’ ઉમેરી ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 25 ડિસેમ્બર 2025ની આ તારીખ પાછળ એક ખાસ કહાની જોડાયેલી છે, જે તેની કારકિર્દી સાથે સીધી રીતે સંબંધિત છે.

Breaking News: શ્રેયસ અય્યરે પોસ્ટ કરી તેના બીજા જન્મદિવસની તારીખ, જાણો શું છે આ તારીખ પાછળની કહાની
shreyas iyer
Image Credit source: X
| Updated on: Jun 25, 2026 | 5:35 PM

ભારતીય ટીમ 26 જૂનથી આયર્લેન્ડ સામે બે મેચની T20 શ્રેણી રમવા જઈ રહી છે. આ શ્રેણી શ્રેયસ અય્યર માટે ખાસ છે, કારણ કે તે પ્રથમ વખત ભારતની T20 ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. જોકે, શ્રેણી શરૂ થાય તે પહેલા જ અય્યર સોશિયલ મીડિયા પર એક અલગ કારણસર ચર્ચામાં આવી ગયો છે.

શ્રેયસ અય્યરના ઈન્સ્ટાગ્રામ બાયોમાં બીજો જન્મદિવસ

શ્રેયસ અય્યરે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં “Second Birthday: 25.12.2025” લખ્યું છે. આ પોસ્ટ જોયા બાદ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે કે આખરે આ તારીખનું મહત્વ શું છે. જોકે, શ્રેયસ અય્યર અથવા તેની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 

આ દિવસ શ્રેયસ અય્યરના ક્રિકેટ જીવનની નવી શરૂઆત

ક્રિકેટ વર્તુળોમાં માનવામાં આવે છે કે 25 ડિસેમ્બર 2025ની તારીખ તેમની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સમાન છે. ઓસ્ટ્રેલિયામાં ગંભીર ઈજાનો સામનો કર્યા બાદ તેણે આ જ દિવસે ફરીથી બેટ હાથમાં લઈને પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઘણા ચાહકોનું માનવું છે કે આ દિવસને શ્રેયસ અય્યર પોતાના ક્રિકેટ જીવનની નવી શરૂઆત તરીકે જુએ છે.

ઈજામાંથી વાપસી બાદ વધુ આધ્યાત્મિક બની ગયો

ઈજામાંથી વાપસી બાદ શ્રેયસ અય્યરના વ્યક્તિત્વ અને વિચારધારામાં પણ બદલાવ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક ચાહકોએ દાવો કર્યો છે કે આ ઘટના પછી શ્રેયસ અય્યર વધુ આધ્યાત્મિક બની ગયો છે અને જીવન પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે.

 

T20 ટીમના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની કસોટી

હવે શ્રેયસ અય્યર માટે એક નવી જવાબદારી શરૂ થઈ રહી છે. T20 ટીમના કેપ્ટન તરીકે તેની પ્રથમ કસોટી આયર્લેન્ડ સામે થશે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર અને દિલ્હી કેપિટલ્સ તથા પંજાબ કિંગ્સનું સફળ નેતૃત્વ કરનાર શ્રેયસ અય્યર પાસેથી ભારતીય ચાહકોને મોટી અપેક્ષાઓ છે. હવે જોવાનું રહેશે કે તે આ નવી ભૂમિકામાં કેટલો સફળ સાબિત થાય છે.

Women’s T20 World Cup 2026: સૌથી વધુ કેચ છોડ્યા, છતાં આ ટીમે સૌથી પહેલા સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું

Published On - 5:28 pm, Thu, 25 June 26

Follow Us