SA vs AUS: WTC ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવી ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી

દક્ષિણ આફ્રિકાએ કેપટાઉન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ટેમ્બા બાવુમાની ટીમે જોરદાર વાપસી કરી હતી. કાગીસો રબાડા અને સિમોન હાર્મરની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાની બેટિંગ ધરાશાયી થઈ ગઈ હતી.

SA vs AUS: WTC ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાનો દબદબો, ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવી ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી
South Africa
Image Credit source: X/Proteas Men
| Updated on: Oct 31, 2026 | 8:45 PM

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે પણ પોતાની તાકાત સાબિત કરી છે. કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં યજમાન ટીમે ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે.

ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનો દબદબો યથાવત

મેચના ચોથા દિવસે રાયન રિકેલ્ટન અને વિઆન મુલ્ડરે શાનદાર સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. તેના આધારે ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 288 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંકનો પીછો શરૂ કર્યો, પરંતુ દક્ષિણ આફ્રિકાના બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું.

આફ્રિકન ખેલાડીઓનું મજબૂત પ્રદર્શન

કાગીસો રબાડાએ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની પહેલી જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેણે સાતમી ઓવર સુધીમાં ટ્રેવિસ હેડને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. બીજી તરફ સિમોન હાર્મરે પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો હતો. પ્રથમ સત્રમાં જ ઓસ્ટ્રેલિયાએ માત્ર 60 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

 

ઓસ્ટ્રેલિયાને 176 રનથી હરાવ્યું

જોકે, કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ અને નાથન લિયોને થોડો સમય ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાર્મરે ફરી એકવાર પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયાની આશા પર પાણી ફેરવી દીધું હતું. તેણે ગ્રીન, કમિન્સ અને જોશ હેઝલવુડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર્મરે 16 રન આપીને છ વિકેટ ઝડપી હતી.

ટેસ્ટ શ્રેણી પર 2-1થી કબજો કર્યો

દક્ષિણ આફ્રિકા માટે આ જીત ખાસ રહી હતી, કારણ કે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં તેને 214 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી ટેસ્ટમાં કેપ્ટન ટેમ્બા બાવુમાની સદી અને માર્કો જેન્સનના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમે એક ઇનિંગ્સ અને 31 રનથી જીત મેળવી હતી. હવે ત્રીજી ટેસ્ટ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણી પણ પોતાના નામે કરી લીધી છે.

SA vs AUS: કાગીસો રબાડાએ રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 350 વિકેટ લેનારો બોલર બન્યો

Published On - 8:45 pm, Sat, 31 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.