Breaking News: ઈન્ડિયા A ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી, રિયાન પરાગ બહાર

ઈન્ડિયા A ટીમ 9 જૂનથી શરૂ થનારી ત્રિકોણીય શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી થઈ છે. તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. જ્યારે રિયાન પરાગ ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

Breaking News: ઈન્ડિયા A ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી, રિયાન પરાગ બહાર
ruturaj gaikwad
Image Credit source: X
| Updated on: May 31, 2026 | 7:55 PM

IPL સમાપ્ત થયા પછી ઘણા યુવા ખેલાડીઓ ઈન્ડિયા A ટીમ થે ત્રિકોણીય શ્રેણી માટે શ્રીલંકા જશે. આ ટીમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે વાઈસ કેપ્ટન રિયાન પરાગ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રિયાન પરાગને IPL 2026 દરમિયાન ઈજા થઈ હતી. ઈજા છતાં તે રાજસ્થાન રોયલ્સ માટે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 માં રમ્યો હતો, અને હવે તે ઈન્ડિયા A ટીમમાંથી બહાર થઇ ગયો છે. જોકે, આનાથી ઋતુરાજ ગાયકવાડને ફાયદો થયો છે. તેનો રિયાન પરાગની જગ્યાએ ઈન્ડિયા A ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ માટે મોટી તક

ઋતુરાજ ગાયકવાડને ઈન્ડિયા A ટીમમાં તક મળવી એ ખરેખર તેના માટે ગિફ્ટ કે આશીર્વાદ સમાન છે. આ ખેલાડી IPL 2026 માં ખરાબ ફોર્મમાં હતો અને ટુર્નામેન્ટ દરમિયાન ઈન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોકે, રિયાન પરાગની ઈજાને કારણે હવે તેની પસંદગી કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડને ટીમના વાઈસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે.

 

ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા A ટીમ

તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ, કુમાર કુશાગ્ર, વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ, અનુકુલ રોય.

ત્રિકોણીય શ્રેણીનું શેડ્યૂલ

  • પહેલી મેચ 9 જૂન શ્રીલંકા A vs ઈન્ડિયા A
  • બીજી મેચ 11 જૂન અફઘાનિસ્તાન A vs ઈન્ડિયા A
  • ત્રીજી મેચ 13 જૂન શ્રીલંકા A vs અફઘાનિસ્તાન A
  • ચોથી મેચ 15 જૂન શ્રીલંકા A vs ઈન્ડિયા A
  • પાંચમી મેચ 17 જૂન અફઘાનિસ્તાન A vs ઈન્ડિયા A
  • છઠ્ઠી મેચ 19 જૂન શ્રીલંકા A vs અફઘાનિસ્તાન A
  • ફાઈનલ મેચ 21 જૂન

 

આ ઈન્ડિયા A શ્રેણી કેમ મહત્વપૂર્ણ છે?

ઈન્ડિયા A માટે આ શ્રેણી અત્યંત મહત્વપૂર્ણ છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી શકે છે. વૈભવ સૂર્યવંશી પણ આ ટીમનો ભાગ છે, જે સારું પ્રદર્શન કરે તો ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શકે છે.

Breaking News: IPL 2026 ફાઈનલમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us