
રિષભ પંતનું નસીબ હાલમાં ખરાબ ચાલી રહ્યું છે. તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ IPL માં ભારે નુકસાન સહન કરી રહી છે, અને ભારતીય ક્રિકેટ ટીમમાં તેનું કદ ઘટી રહ્યું છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. પંતને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ટેસ્ટમાં તેની વાઈસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. તેના સ્થાને KL રાહુલને વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલના કહેવાથી પંતને વાઈસ કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યો હતો. આ દાવો કરતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર આવા અનેક વીડિયો બનાવવામાં આવે છે, પરંતુ અહીં ખાસ વાત એ છે કે રિષભ પંત પરનો આ વીડિયો તેની બહેન સાક્ષીએ પણ લાઈક કર્યો છે. રિષભ પંતને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનપદેથી કેમ દૂર કરવામાં આવ્યો તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. તાજેતરમાં જ પંતે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, અને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી હારી ગઈ હતી.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેન તરીકે પંતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેણે બે ટેસ્ટમાં ફક્ત 49 રન બનાવ્યા હતા, જેમાં તેની બેટિંગ એવરેજ 12.2 હતી. જોકે, તેણે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. પંતે ચાર ટેસ્ટમાં 479 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. રિષભ પંતની ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે 49 મેચોમાં 42.9 ની સરેરાશથી 3,476 રન બનાવ્યા છે, જેમાં આઠ સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે.
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિકલ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ.
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુર્નુર બ્રાર, હર્ષ દુબે.
Published On - 9:59 pm, Wed, 20 May 26