
Rinku Singh Finisher : ભારતીય ક્રિકેટમાં ફિનિશરનો મતલબ એમએસ ધોની પરંતુ હવે ધોનીએ સંન્યાસ લીધો તેનો લાંબો સમય થઈ ચૂક્યો છે. ત્યારે હવે રિંકુ સિંહ ધોનીના રુપમાં જોવા મળી રહ્યો છે. રિંકુ સિંહે ધોની જેવું શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કામ ધોનીથી ખુબ ફાસ્ટ કર્યું છે. રિંકુ સિંહની આ તાકાત ન્યુઝીલેન્ડ વિરુદ્ધ નાગપુરમાં રમાયેલી પહેલી ટી20માં જોવા મળી હતી. જેમાં ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
વાત જો રિંકુ સિંહ ધ ફિનિશરની થઈ રહી છે. તો સ્વાભાવિક છે કે, ધોની જે આંકડાની વાત થઈ રહી છે. તો ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 20 ઓવર સાથે જોડાયેલી છે. રિંકુ સિંહે ટી20 ઈન્ટરનેશલ મેચની 20 ઓવરમાં સૌથી વધારે સિક્સ ફટકારવા મામલે ધોનીની બરાબરી કરી લીધી છે. પરંતુ જાણીએ આ બરાબરી કઈ રીતે કરી છે.
રિંકુ સિંહે ટી20 ઈન્ટરનેશલ મેચની 20મી ઓવરમાં ધોનીના સિક્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. પરંતુ તેમણે 94 બોલ ઓછા રમી આ કામ કર્યું છે. મહેન્દ્ર સિંહ ધોની ટી20 ઈન્ટરનેશનલની 20મી ઓવરમાં 132 બોલનો સામનો કરી 12 સિક્સ ફટકારી હતી. રિંકુ સિંહે આ કામ માત્ર 38 બોલ રમી કર્યું છે. તેમણે 38 બોલમાં જ 12 સિકસ ફટકારી હતી.
ટી20 ઈન્ટરનેશનલની 20મી ઓવરમાં સૌથી વધારે સિક્સ ફટકાવવાનો ભારતીય રેકોર્ડ હાર્દિક પંડ્યાનો છે. તેમણે અત્યારસુધી 20મી ઓવરમાં 99 બોલ રમ્યા છે. તેમજ 15 સિકસ ફટકારી છે. ધોની તો રિટાયર થઈ ચૂક્યા છે. ત્યારે હવે સીધો આ મુકાબલો રિંકુ સિંહ અને હાર્દિક પંડ્યા વચ્ચે થવાનો છે.
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ નાગપુરમાં રમાયેલી પહેલી ટી20માં 20 બોલનો સામનો કરી 44 રન બનાવ્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સામેલ છે. રિંકુ સિંહે આ 44 રનમાં માત્ર 21 રન 20મી ઓવરમાં બનાવ્યા છે. 3માંથી 2 સિક્સ ભારતીય ઈનિગ્સની 20મી ઓવરમાં આવી હતી. આ ત્રીજી વખત છે,જ્યારે રિંકુ સિંહે ટી20 ઈન્ટરનેશનલની એક ઓવરમાં 20 કે તેનાથી વધારે રન બનાવ્યા છે. તેમાં 2 વખત તેમણે 20મી ઓવરમાં આ કામ કર્યું છે.
રિંકુ સિંહે પોતાની ટી20 ઈન્ટરનેશનલ કરિયરમાં 19મી અને 20મી ઓવરમાં અત્યારસુધી 74 બોલ રમ્યા છે. જેના પર તેમણે 287.8ની સ્ટ્રાઈક રેટથી 213 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 22 સિક્સ અને 14 ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે 5 વખત આઉટ થયો છે.
રિંકુ સિંહે ધોનીની બરાબરી કરી છે. T20Iની 20મી ઓવરમાં બંન્ને અત્યારસુધી 12-12 સિક્સ ફટરકારી છે. ધોનીએ 20મી ઓવરમાં 132 બોલમાં 12 સિકસ ફટકારી હતી. તો રિંકુ સિંહે 38 બોલમાં ધોનીની બરાબરી કરી છે.