Breaking News : RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ

બેંગલુરુમાં IPL 2025ની જીતની ઉજવણી કરવા આવેલી RCB ટીમ અને તેના ચાહકો માટે આ ખુશીનો દિવસ એક મોટા અકસ્માતમાં ફેરવાઈ ગયો જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ. આ અકસ્માતમાં 11 ચાહકોના મોત થયા. હવે RCBએ મૃતકો માટે 10 લાખની વળતરની જાહેરાત કરી છે.

Breaking News : RCBએ વિકટ્રી પરેડમાં મૃત્યુ પામેલા ફેન્સ માટે વળતરની જાહેરાત કરી, પીડિતોને આ રીતે કરશે મદદ
Royal Challengers Bengaluru
Image Credit source: PTI
| Updated on: Jun 05, 2025 | 5:00 PM

4 જૂન, બુધવારે પહેલીવાર IPL જીત્યા બાદ RCBએ ઉજવણી કરવા માટે પોતાના શહેરમાં પરત ફર્યું હતું, પરંતુ આ ઉજવણી એક ભયાનક અકસ્માતમાં ફેરવાઈ ગઈ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડમાં કચડાઈને 11 નિર્દોષ ચાહકોએ જીવ ગુમાવ્યા. હવે RCBએ એક મોટી જાહેરાત કરી છે.

11 ચાહકોના મોત, 20 થી વધુ ઘાયલ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિકટ્રી પરેડની ઉજવણી દરમિયાન સ્ટેડિયમની બહાર હજારો ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે નાસભાગ મચી ગઈ, જેમાં 11 ચાહકોના મોત થયા જ્યારે 20 થી વધુ ચાહકો ઘાયલ થયા. આ ઘટનાએ બેંગલુરુની જીતની ઉજવણીને બગાડી દીધી અને રાજ્ય સરકાર અને RCB ટીમ મેનેજમેન્ટ શંકાના ઘેરામાં આવી ગયું.

RCBએ મૃતકો માટે વળતરની જાહેરાત કરી

અકસ્માતના એક દિવસ પછી, ગુરુવાર, 5 જૂનના રોજ, RCBએ મૃતકો માટે નાણાકીય વળતરની જાહેરાત કરી. ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું અને દરેક મૃતક માટે 10 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી.

 

ઉજવણી અકસ્માતમાં ફેરવાઈ ગઈ

3 જૂનના રોજ IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત IPL ટાઈટલ જીત્યું. ત્યારથી, બેંગ્લોરમાં ચાહકો જોરશોરથી ઉજવણી કરી રહ્યા હતા અને ટીમ શહેરમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી, જ્યાં હજારો ચાહકો પહેલાથી જ હાજર હતા. જ્યારે ટીમ સ્ટેડિયમની અંદર જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે સ્ટેડિયમની બહાર આ અકસ્માત થયો, જેના કારણે સરકાર, પોલીસ અને ફ્રેન્ચાઈઝી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો: IND vs ENG : વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ જતા પહેલા પડકાર સ્વીકાર્યો, 14 વર્ષના ખેલાડીએ આપ્યું વિસ્ફોટક નિવેદન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો