AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે બેઈજ્જતી, WCL 2026 ટુર્નામેન્ટમાંથી છુટ્ટી

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026 3 થી 18 ઓક્ટોબર દરમિયાન UAEમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાંથી પાકિસ્તાનને બાકાત રાખવામાં આવ્યું હોવાના અહેવાલો છે. WCL 2026 ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ભાગ લેશે.

Breaking News: પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે બેઈજ્જતી, WCL 2026 ટુર્નામેન્ટમાંથી છુટ્ટી
PakistanImage Credit source: X
| Updated on: Sep 28, 2026 | 9:13 PM
Share

પાકિસ્તાની ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાનની ટીમ 3 ઓક્ટોબરથી યુએઈમાં શરૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાન લિજેન્ડ્સ ટીમને બાકાત રાખવામાં આવી છે.

પાકિસ્તાન WCL 2026માંથી બહાર

રસપ્રદ વાત એ છે કે, ટુર્નામેન્ટના પ્રોમો અને પોસ્ટરમાં પાકિસ્તાની ખેલાડીઓને દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ હવે પાકિસ્તાની મીડિયા દાવો કરે છે કે પાકિસ્તાની ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પાકિસ્તાની ચેમ્પિયન ટીમને WCL 2026 માંથી બહાર કરવામાં આવી છે.

WCLમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં હોય

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ પહેલાના અહેવાલો અનુસાર, PCB એ ટીમને ટુર્નામેન્ટમાં “પાકિસ્તાન” નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેથી ટીમ હવે ટુર્નામેન્ટમાં ભાગ જ નથી લઈ રહી. સત્તાવાર સમયપત્રક મુજબ, પાકિસ્તાન તેની પહેલી મેચ 3 ઓક્ટોબરે શારજાહમાં બાંગ્લાદેશ ચેમ્પિયન્સ સામે રમવાનું હતું, ત્યારબાદ 10 ઓક્ટોબરે દુબઈમાં ભારત સામે મેચ રમવાની હતી.

નિવૃત્ત ભૂતપૂર્વ ક્રિકેટરો ભાગ લેશે

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં હવે ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ભાગ લેશે. આ ટીમોમાં નિવૃત્ત ભૂતપૂર્વ ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

ભારતે પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો

પાકિસ્તાનને બાકાત રાખવાનું મુખ્ય કારણ ગયા વર્ષે ભારતીય ટીમનો નિર્ણય માનવામાં આવે છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ થયેલા સંઘર્ષ બાદ, ભારતીય ટીમે પાકિસ્તાની ચેમ્પિયન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. આમ છતાં, પાકિસ્તાન ફાઇનલમાં પહોંચ્યું અને ટુર્નામેન્ટ જીતી ગયું. હવે જ્યારે પાકિસ્તાન બહાર થઈ ગયું છે, ત્યારે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. પ્રથમ વખત, આ ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડની બહાર યોજાશે.

Breaking News Asian Games 2026: નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભાલા ફેંકમાં ભારતે જીત્યા બે મેડલ, યશવીર-રોહિતે કર્યો કમાલ

Follow Us
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? : સુરજેવાલા
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી રહી છેઃ શક્તિસિંહ
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
ગુજરાત રાજકારણમાં હલચલ: જે.ડી. સોલંકીનો ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
અમદાવાદમાં 25 કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
Breaking News : રાજકોટ મનપાનો ભ્રષ્ટાચાર વિરોધી AI પ્રહાર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતમાં સોલાર રૂફટોપ યોજના હેઠળ મોટી સબસિડી જાહેર
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
ગુજરાતની સરકારી શાળાઓમાં હવે મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, જૂના રોકાણમાંથી લાભ થશે
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
મહિને ₹3 લાખ કમાતી યુટ્યુબરે છોડી દીધી નોકરી, ગામડામાં મળ્યો 'પ્રેમ'
g clip-path="url(#clip0_868_265)">