Breaking News: શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર આવ્યો ફેંસલો, 15 વર્ષીય ખેલાડીને શું સજા મળી?

શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચ દરમિયાન વૈભવ સૂર્યવંશી શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારીને વિવાદમાં ફસાઈ ગયો હતો. આ ઘટના બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે વૈભવ સૂર્યવંશી પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવાના મામલે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર મોટો ફેંસલો લેવામાં અઆવ્યો છે. ચાલો જાણીએ વૈભવને શું સજા મળી?

Breaking News: શ્રીલંકાના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર આવ્યો ફેંસલો, 15 વર્ષીય ખેલાડીને શું સજા મળી?
vaibhav sooryavanshi
Image Credit source: AI
| Updated on: Jun 16, 2026 | 5:45 PM

ત્રિકોણીય શ્રેણીની ચોથી મેચમાં વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા A ના ખેલાડીને ધક્કો માર્યો હતો. બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી અને ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે પરંતુ હવે આ મામલે નિર્ણય આવી ગયો છે. અહેવાલો અનુસાર, વૈભવ સૂર્યવંશી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. કે તેને કોઈ ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા નથી.

વૈભવે શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો

ઈન્ડિયા A શ્રીલંકા A સામે સુપર ઓવરમાં હારી ગયું હતું, ત્યારબાદ શ્રીલંકાના ખેલાડીઓ આક્રમક રીતે ઉજવણી કરી રહ્યા હતા. વૈભવ સૂર્યવંશી પર વ્યક્તિગત ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી અને આ પછી 15 વર્ષીય ખેલાડી ગુસ્સે થઈ ગયો અને તેણે વિરોધી ખેલાડીને ધક્કો માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

 

વૈભવ સૂર્યવંશી બચી ગયો

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વૈભવ સૂર્યવંશી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. મેચ રેફરીએ ઈન્ડિયા A ના કેપ્ટન તિલક વર્મા અને ટીમ મેનેજર સાથે લાંબી વાતચીત કરી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મેચ શરૂ થતાની સાથે જ શ્રીલંકા A ના ખેલાડીઓ સતત વૈભવ સૂર્યવંશી પર કોમેન્ટ કરી રહ્યા હતા અને તેના વિશે પર્સનલ કોમેન્ટ પણ કરી રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, વૈભવનો ખેલાડીને ધક્કો મારવાનો ઈરાદો નહોતો, પરંતુ શ્રીલંકા A ના ખેલાડી તેની ખૂબ નજીક આવી ગયા હતા, ત્યારબાદ તેણે શ્રીલંકાના ખેલાડીને પાછળ ધકેલ્યો હતો. વૈભવ ખેલાડીને દૂર રાખવા માંગતો હતો.

સિનીયર ખેલાડીઓએ વૈભવ સાથે વાત કરી

એવા અહેવાલો છે કે શ્રીલંકાના કેટલાક સિનિયર ખેલાડીઓએ વૈભવ સૂર્યવંશી સાથે પણ વાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IPLમાં સૂર્યવંશી સાથે રમનારા ખેલાડીઓએ તેની સાથે ફોન પર વાત કરી હતી અને આ ઘટના માટે પોતાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

 

વૈભવ સૂર્યવંશી પાસે મોટી તક

વૈભવ સૂર્યવંશી પાસે પોતાના ટીકાકારોને જવાબ આપવાની મોટી તક છે. વૈભવ આ શ્રેણીમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી, જેના કારણે તે ટીકાકારોના નિશાના પર છે. હવે, સૂર્યવંશી પાસે એક છેલ્લી તક છે. જો તે મોટી ઈનિંગ રમશે અને બુધવારે અફઘાનિસ્તાન A સામેની મેચમાં ઈન્ડિયા A ને વિજય તરફ દોરી જશે, તો વૈભવ અને ટીમ બંનેને ફાયદો થશે. ઈન્ડિયા A માટે અફઘાનિસ્તાન A સામે જીત મેળવવી જરૂરી છે, કારણ કે આ મેચમાં હારનો અર્થ ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર થવું છે. ઈન્ડિયા A તેની અગાઉની બંને મેચ હારી ચૂક્યું છે.

FIFA World Cup : 8 ગોલ … છતાં કોઈ ટીમ જીતી નહીં, FIFA વર્લ્ડ કપના ઈતિહાસમાં 16 વર્ષ પછી આવું બન્યું

Published On - 5:29 pm, Tue, 16 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.