Breaking News : T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ડ્રામા પર જય શાહે કહ્યું’કોઈ પણ દેશ ICC થી મોટો નથી’

ટી20 વર્લ્ડકપ દરમિયાન બાંગ્લાદેશ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રામાને લઈ આઈસીસીના ચેરમેન જય શાહે પોતાનું નવિદેન આપ્યું છે. જય શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ દેશ આઈસીસીથી મોટો નથી.

Breaking News : T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ડ્રામા પર જય શાહે કહ્યુંકોઈ પણ દેશ ICC થી મોટો નથી
| Updated on: Mar 15, 2026 | 11:14 AM

ટી20 વર્લ્ડકપ 2026 પહેલા બાંગ્લાદેશ અને પાકિસ્તાને સાથે મળી ખુબ નાટકો કર્યા હતા. હવે આ નાટકો પર આઈસીસીના ચેરમેન જય શાહે પોતાનું નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણે ટી20 વર્લ્ડકપમાં રમવાની ના પાડી હતી. ત્યારબાદ તેને આ ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યું હતુ. તો પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ મેચ રમવાની ના પાડી હતી. આ સમગ્ર મામલે આઈસીસીના ચેરમેન જય શાહે શાંતિ સંભાળી અને ટી20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ તેમણે કહ્યું કે,કોઈ પણ દેશ આઈસીસીથી મોટો નથી.

કોઈ પણ ટીમ સંસ્થાથી મોટી નથી હોતી : જય શાહ

જય શાહે મુંબઈમાં આયોજિત એક એવોર્ડ ફંક્શનમાં કહ્યું કે,આઈસીસી વર્લ્ડકપ ખુબ જરુરી હતો કારણ કે,ટૂર્નામેન્ટ શરુ થતાં પહેલા આ વાત પર ખુબ ચર્ચા થઈ રહી હતી કે, કેટલીક ટીમ ભાગ લેશે અને કેટલીક ટીમ ભાગ લેશે નહી તો વર્લ્ડકપ કેવી રીતે રમાશે. આ કાર્યક્રમમાં જય શાહે કોઈ પણ ટીમનું નામ લીધા વગર કહ્યું કે, આઈસીસી ચેરમેન તરીકે હું કહી શકું કે, કોઈ પણ ટીમ સંસ્થાથી મોટી હોતી નથી. જો કોઈ એક ટીમથી સંસ્થા બનતી નથી. એક ઓર્ગનાઈઝેશન તમામ ટીમોનું કોમ્બિનેશન હોય છે.

 

 

બાંગ્લાદેશે સુરક્ષાના કારણે ભારતમાં ન આવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ટી20 વર્લ્ડકપ 2026માં રમવાની તક આપવામાં આવી હતી. તેમજ પાકિસ્તાને ટીમે પોતાની સરકારના કહેવા પર ભારત સામે રમવાની ના પાડી હતી. પરંતુ ટૂર્નામેન્ટ શરુ થયા બાદ પાકિસ્તાન પણ ભારત સામે રમવા રાજી થયું હતુ. પાકિસ્તાન અને ભારત વચ્ચે આ મેચ 14 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતુ.

જય શાહે સૂર્યકુમાર યાદવને સલાહ આપી

જય શાહે આ દરમિયાન સૂર્યકુમાર યાદવ અને ગંભીરને ભવિષ્યની યોજના બનાવવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું મારી પાસે સૂર્યા અને ગૌતમ ભાઈ માટે એક સંદેશ છે. ઉપરથી નીચે આવતા થોડા જ મહિના લાગે છે. જ્યારે નીચેથી ઉપર પહોંચવામાં અનેક વર્ષો લાગી જાય છે. ખુબ મહેનત કરો અને એવોર્ડ જીતતા રહો.જ્યારે હું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેમાં હતો તો મે 2028ના ઓલિમ્પિક સુધીની યોજના બનાવી હતી. હવે આઈસીસીમાં છું તો બીસીસીઆઈની કમાન બીજાના હાથમાં છે. તમને બધાને 2030,2031 તેમજ 2026 માટે તૈયારી કરવી જોઈએ.

જય શાહે ભારતીય ટીમને આપી ચેમ્પિયન ટ્રોફી, આવો છે જય શાહનો પરિવાર અહી ક્લિક કરો